નર્મદા ડેમ મા પાણી નો થયો વધારો, 119.02 મીટર જળસપાટી જ્યારે સરદાર ડેમ મા જળસપાટી નો થયો વધારો…

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં આજે પણ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળ સપાટી 63 સેમી વધી છે.ડેમ ઉપરથી 32,654 ક્યુસેક પાણી આવક થઇ રહી છે.

સાથે જ ઉપરવાસમાં સારા વરસાદ સાથે નર્મદા ડેમમાં નવું પાણી આવ્યું છે.હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 119.02 મીટર છે.પાવર હાઉસના તમામ એકમો બંધ કરી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં હાલમાં 4775.17 MCM લાઇવ સ્ટોરેજ છે.

છેલ્લા કેટલાક દિવસોમાં નર્મદા ડેમની સપાટીમાં સાધારણ વધારો જોવા મળ્યો છે. જેમાં સપાટીના વિસ્તારમાં સરેરાશ દૈનિક વધારો પાંચ સેન્ટિમીટર છે અને,જો ઉપરવાસમાં સતત વરસાદ પડે તો ડેમ ઓવરફ્લો થઈ શકે છે. અને, ડેમ ઓવરફ્લો થતાં ગુજરાતનો પાણીનો પ્રશ્ન હલ થશે.

જો કે, નર્મદા ડેમની સપાટી ગયા વર્ષની સરખામણીએ હજુ 17 મીટર ઓછી છે. અત્યાર સુધી નર્મદા ડેમની સપાટી 118.41 મીટર છે. કેચમેન્ટ એરિયામાં અપૂરતા વરસાદને કારણે આ વર્ષે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચશે કે નહીં તે પણ ચિંતાનો વિષય છે. વળી,જો નર્મદા ડેમની જળસપાટી ન વધે તો આવનારા દિવસો પાણી માટે ગુજરાત માટે મુશ્કેલ બની શકે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *