પગ પરથી ટ્રકનું ટાયર સડી ગયું, કિશોર કહેતો રહ્યો બચાવો-બચાવો, પછી થયું એવું કે…..

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના અમદાવાદના બાવળામાં હાઈ-વે રસ્તા પર બનવા પામી હતી. જે સમયે બાળવા હાઈ-વે પર આવેલા પુલ પર જઈ રહેલા એક બાઈકને ટ્રકે ટક્કર મારી હતી. ટ્રકની ટક્કરના કારણે બાઈક પર સવાર એક કિશોર નીચે પટકાયો હતો અને તે સમયે ટ્રકનું ટાયર આ કિશોરના બંને પગ પર ચઢી ગયું હતું. ત્યારબાદ રાહદારીઓ અને પોલીસે ટ્રક ઉંચો કરીને કિશોરને બહાર કાઢીને સવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો પણ હોસ્પિટલમાં ટૂંકી સવાર બાદ કિશોરનું મોત થયું હતું.

અમદાવાદના બાવળામાં રામદેવપીરનું મંદિર આવેલું છે. આ મંદિરની બાજુમાં ગણેશ બરડિયા નામનો વ્યક્તિ રહે છે. ગણેશ ત્રણ વાગ્યે કોઈ કામ માટે તેના મિત્ર હાર્દિક વાઘેલાનું બાઈક લઇને જતો હતો. તે સમયે ગણેશ બરડિયાને રસ્તામાં તેના કાકાનો દિકરો અમિત મળ્યો હતો અને અમિતે પણ ગણેશને સાથે આવવાનું જણાવ્યું હતું. તેથી ગણેશે અમિતને બાઈક પર બેસાડ્યો હતો. જે સમયે અમિત અને ગણેશ બંને બાઈક પર ર રામદેવપીરના મંદિરથી હાઈ-વે રોડ પસાર કરતા હતા તે સમયે પાછળથી આવતા ટ્રકે ગણેશની ગાડીને ટક્કર મારી હતી. તેથી આ ઘટનામાં અમિત હવામાં ફંગોળાઈને રસ્તા પર પડી ગયો હતો.

તેથી ટ્રકના ટાયરની નીચે અમિતના બંને પગ આવી ગયા હતા. અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળા ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે અને રાહદારીઓએ ટ્રકને ઉંચો કરીને અમિતને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ અમિતને સારવાર માટે બાવળાના સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. અમિતના પગ જ્યારે ટ્રકના ટાયર નીચે હતા ત્યારે તે દુખાવાથી કણસતો-કણસતો બચાવો-બચાવોની બૂમો પાડતો હતો.

અમિતના મોત બાદ પોલીસે ટ્રકના ડ્રાઈવર સામે ગુનો નોંધીને અમિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ટ્રક ચાલકને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ અકસ્માતની ઘટનામાં ટ્રકનું ટાયર પગ ઉપરથી ફરી વળ્યું હોવાના કારણે અમિતના શરીરનો કમરથી નીચેનો ભાગ એકદમ છૂંદાઈ ગયો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *