પતિથી ઘણા સમય અલગ થઈ ને મહિલા રહેતી હતી એકલી અને થઈ ગર્ભવતી યુવકે પોલીસને કરી જાણ મારી પત્ની પછી લાવીદો…..
મિત્રો આપણે સૌ આપણી આસ પાસ અનેક એવી ઘટનાઓ જોતાં હોઈએ છિએ કે જેને સંભાળી ને આપણને પણ નવાઈ લાગે છે. અને આવી ઘટનાઓ સાંભળતા જ આપણે સૌ વિચાર માં મૂકાઈ જઈએ છિએ. કે આવું શા માટે બનતું હશે ?
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પોલીસ ને સમાજ ના રક્ષક માનવામાં આવે છે. જેના કારણે જયારે પણ કોઈ ને તકલીફ કે અસુરક્ષા અનુભવાઇ કે તરત તે પોલીસ ની મદદ માટે દોડી જાય છે. અને પોલીસ પણ લોકો ની વિકટ થી વિકટ પરિસ્થિતિ માં મદદ કરવા માટે તૈયાર રહે છે. લોકો ને પોલીસ પર ઘણો ભરોસો હોઈ છે, કે પોલીસ તેમની જરૂર મદદ કરશે. અને પોલીસ પણ લોકો નો આવો વિશ્વાસ જાળવી રાખે છે. અને તેની મદદ કરે છે.
આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે કે જ્યાં એક યુવક પોતાની સમસ્યા લઇ ને પોલીસ પાસે પહોચ્યો અને પોલીસ ને પોતાની પત્ની પાછી લાવી આપવાની અપીલ કરી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ યુવતિએ અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા અને તે યુવકથી આ મહિલા ગર્ભવતી પણ બની હતી. તો ચાલો આ બનાવ અંગે વિગતે માહિતી મેળવીએ.
મળતી માહિતી અનુસાર આ ઘટના ભીનોદ મેહગાંવ વિસ્તાર ની છે. અહીં રહેતા એક યુવક કે જેનું નામ ધર્મેન્દ્ર જાટવ છે તેઓ પોલીસ પાસે ગયા અને પોલીસને પોતાની પત્ની મને મળે તેવી વિનંતી સાથે મહિલા ડીએસપી પાસે પહોંચીયા હતા. તમને જણાવી દઈએ કે 4 વર્ષ પહેલાજ રાખી નામની મહિલા સાથે ધર્મેન્દ્ર જાટવના લગ્ન થયા હતા. પરંતુ લગ્નના થયા ના થોડાજ મહિના પછી રાખી ધર્મેન્દ્રથી અલગ થઈ ગઈ અને રહેવા લાગી. આ સમય માં પણ ધર્મેન્દ્ર રાખીનુ ભારણ પોષણ કરતો રહ્યો.
જયારે ધર્મેન્દ્ર પોલોસ પાસે પહોચ્યો ત્યારે રાખી પણ ત્યાં આવી અને પોલીસ સ્ટેશનમાં રેખાએ બધાની સામે કહ્યું કે મને ધર્મેન્દ્ર પસંદ નથી અને હું તેની સાથે જઈશ નહીં. તમને જણાવી દઈએ કે રાખીએ ધર્મેન્દ્ર ને જણાવ્યા વગર બીજા કોઈ સાથે લગ્ન કર્યા છે. આ તમામ ઘટના બાદ ડીએસપી પૂનમે રાખી ના બીજા પતિને ફોન કર્યો અને તેને પણ પોલોસ સ્ટેશન બોલાવ્યો.
જેના પછી રાખી ના આ બીજા પતિએ જણાવ્યું કે તેને રાખીના પહેલા લગ્ન વિશે કોઈ માહિતી નથી. તેણે તો રાખી અને પરિવારના જણાવ્યા પ્રમાણે રાખી સાથે લગ્ન કર્યા. આ વાત પર ધર્મેન્દ્રએ જણાવ્યું કે હવે તે તેની પત્ની સાથે રહેવા ઈચ્છે છે. આ ઉપરાંત તેણે વધુ માં જણાવ્યું કે જ્યારે છૂટા છેડા નથી થયા તો બીજા લગ્ન કેવી રીતે થઈ શકે? હાલ રાખી તેના બીજા પતિથી ગર્ભવતી છે.
તેમને જણાવી દઈએ કે આ મામલે ડીએસપી પૂનમ થાપા કહે છે કે જે પણ કાયદાકીય કાર્યવાહી થશે તે કરવામાં આવશે. તેમણે કહ્યું કે હિંદુ મેરેજ એક્ટ હેઠળ મહિલા તેના પહેલા પતિને તલાક આપ્યા વગર બીજા લગ્ન કરી શકતી નથી.