પતિ, પત્ની અને બે પુત્રીઓની એક સાથે ચિત્તા જલી અમરેલી હીબકે ચડ્યું,શું થયું તે જોવો…..

અમરેલીઃ સાવરકુંડલાના બાઢડા ગામ પાસે થયેલા ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામનારા ૮ પૈકીના ૭ મૃતકોને અમરેલીના કૈલાસ મુક્તિધામમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.પરિવારજનોના હેયાફાટ રુદનથી સ્મશાનનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું.

સાવરકુંડલાના બાઢડા ગામે ઝૂંપડામાં સૂતેલા લોકોને ક્રેન ટ્રકે કચડી નાખતા અમરેલીમાં ગાયત્રી મંદિર અજીક અને બગસરામાં રહેતા શ્રામિક સરાણીયા પરિવારના ૮ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.આ તમામ મૃતદેહોને અમરેલી લવાયા બાદ તેમનું પોસ્ટ મોર્ટમ સહિતની વિધિ પૂરી કરીને ૭ મૃતદેહો સોંપાયા બાદ અમરેલીના કૈલાસ મુક્તિધામ અને ૧ને બગસરા ખાતે લઈ જવાયો હતો.

સામાન્ય રીતે મૃતદેહને મોક્ષરથમાં લઈ જવામાં આવતા હોય છે પણ અહીં એક સાથે ૭ શબ હોવાથી તેમને ટ્રક જેવા મોટા વાહનમાં સ્મશાને લઈ જવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.બાદમાં સેવાભાવીઓ દ્વારા ગાયત્રી મોક્ષધામ સહિતના સ્મશાનમાંથી વ્યવસ્થા કરીને તમામ મૃતદેહોને મોક્ષરથમાં અમરેલીના કૈલાસ મુક્તિધામ ખાતે લઈ જવાયા હતા અને ગતરાત્રીના તમામને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

આ ઘટનાની કરુણાંતિકા એ છે કે એક જ ઘરમાંથી પતિ,પત્ની અને તેની બે પુત્રીઓની એક સાથે જ ચિત્તા બળી હતી. સ્મશાનમાં ઉપસ્થિત મૃતકના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *