Helth

પનીર ખાનાર લોકો નહીં જાણતા હોઈ તેના ફાયદા ! આવી રીતે કરેલ પનીર નું સેવન અનેક સમસ્યાઓ માંથી અપાવે છે મુક્તિ અને જોવા મળશે યુવાની નો…………..

Spread the love

મિત્રો આપણે સૌ અલગ અલગ વસ્તુઓ ખાવાના શોખીન હોઈએ છીએ અને અવનવા સ્વાદ ની વસ્તુઓ ખાવી આપણને પસંદ હોઈ છે. વળી તમને જણાવી દઈએ કે આપણા શરીર માટે અમુક વસ્તુઓ નું સેવન ઘણું જ ફાયદા કારક ગણાય છે. એટલે કે તમારે તંદુરસ્ત રહેવા માટે વધુ કઈ નહીં પરંતુ ખોરાક ખાવાનો છે. પરંતુ શરીરની તંદુરસ્તી તમે શું ખાવ છો ? અને કેવી રીતે ખાવ છો ? તેના પર નિર્ભર કરે છે.

આપણે સૌ જાણીએ છિએ કે માનવ શરીર ને જીવન જીવવા માટે ખોરાક અને પાણી અનિવાર્ય છે. ખોરાક માં રહેલા અનેક ગુણો ના કારણે માનવ શરીર તંદુરસ્ત રહે છે. આપણે આજે એક એવી વસ્તુ કે જેવા સેવન ના કારણે શરીર ને અનેક ફાયદા થાઈ છે તેના વિશે વાત કરવાની છે. આપણે અહીં પનીર અને તેનું સેવન કઈ રીતે કરવું તેના વિશે માહિતી મેળવવાની છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે મોટા ભાગના લોકોને પનીર ખાવુ ઘણું જ પસંદ હોય છે. તેના સ્વાદને કારણે પનીરનો ઉપયોગ અનેક વાનગીઓમાં થાય છે. પણ શું તમે જાણો છો કે પનીર ખાવાથી વૃદ્ધત્વની અસર ઓછી થઈ શકે છે ? નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પનીર નું યોગ્ય રીતે સેવન કરવાથી ત્વચા કુદરતી રીતે સુંદર અને ગ્લોઈંગ રહે છે. તો ચાલો પનીર ના ફાયદા અને તેને કઇ રીતે સેવન કરવું તેના વિશે વાત કરીએ.

તેલ અને મસાલા ઉપરાંત મીઠા વગર કરો સેવન:- આયુર્વેદમા જણાવ્યા મુજબ જો તમારે પનીર ના ગુણો મેળવવા હોઈ તો તેને મીઠા વગર ખાવું જોઈએ. આપણે સૌ જાણીએ છિએ કે હાલ લોકો તેને શાહી પનીર, કઢાઈ પનીર, જેવી અલગ અલગ વાનગીઓ ખાવી પસંદ પડે છે, પણ આ વાનગીઓ ખાવાથી પનીરનો પૂરો ફાયદો મળતો નથી. તમને જણાવી દઈએ કે પનીરને તેલ ઉપરાંત મસાલા અને મીઠા સાથે ખાવાથી તેના ગુણો ઘટે છે.

કાચું પનીર ખાવું ઉપયોગી:- નિષ્ણાતોના મતે દૂધમાંથી બનેલી કોઈ પણ વસ્તુમાં મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ. વળી કાચું પનીર ખાવું શરીર માટે ગુણકારી મનાય છે. તમે આ કાચા પનીર માં કાળા મરી અને ધાણા પાવડર અથવા ચાટ મસાલો ઉમેરીને સ્વાદ માટે ખાઈ શકો છો.

જો વાત પનીર ના ફાયદાઓ વિશે કરીએ તો તમને જણાવી દઈએ કે પનીરમાં લેક્ટિક એસિડ હોય છે આ એસિડ ચામડીના કોષોને અંદરથી સાજા કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત પનીર માં રહેલા પ્રોટીન ચામડી માં નવા કોષો બનાવવામાં મદદરૂપ થાય છે. જેની મદદથી ત્વચા પર ચમક આવે છે.

આટલું જ નહીં પરંતુ પનીર ના સેવનથી ચરબી વધતી નથી. ઉપરાંત તે ચામડી ને કોમળ રહે છે. પનીર ની મદદથી મસાજ પણ કરી શકાય છે. પનીર શરીર માં કુદરતી લુબ્રિકન્ટ સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *