પપ્પા ની દિકરી કય રહી છે એવું કે પપ્પા તમે વાત નહીં કરો તો હું ક્યારેય તમને નહીં બોલાવું દિકરી ના પાપા પ્રોફેસર કોમામાં…

રાજકોટમાં એક રડાવી દેતો ખૂબ જ ભાવુક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના એક પ્રોફેસરની જીવનની કરુણતા વાંચીને ભલભલા લોકો હચમચી ઉઠ્યા છે. રાજકોટમાં કોરોના બાદ એક પ્રોફેસર છેલ્લાં 4 મહિનાથી કોમામા છે. આ પ્રોફેસરના પરિવારની આંખોમાં આસુંઓ રોકાવાનું નામ નથી લેતા. છેલ્લાં 4 મહિનાથી પરિવારમાંથી કોઈ સરખું ઉંઘી પણ શક્યું નથી. એટલું જ નહીં આ પરિવાર આર્થિક રીતે પણ ભાંગી ગયો છે. પ્રોફેસરના દીકરો-દીકરી જ્યારે તેમની પાસે જઈને પિતાને બોલાવે છે ત્યારે પાષણ હ્રદય માનવીઓ પણ રડી પડે તેવા દૃશ્યો સર્જાય છે.

હચમચાવી દેતા આ બનાવની વિગત એવી છે કે રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રહેતા અને એવીપીટી કોલેજના પ્રોફેસર રાકેશ વઘાસિયાને ચાર મહિના પહેલા એપ્રિલમાં કોરોના થયો હતો. પરિવારે તેમને સારવાર અર્થે હોસ્પિટમાં ખસેડ્યા હતા. અહીં સ્થિતિ કથળતાં તેમને વેન્ટિલેટર રાખવામાં આવ્યા હતા. પણ ભગવાનને કંઈક અલગ જ મંજૂર હતા. સારવાર બાદ પણ પ્રોફેસર કોમામાં સરી પડ્યા રહતા.

બીજી તરફ પ્રોફેસર રાકેશ વિઘાસિયાના પત્ની નમ્રતા વઘાસિયા પ્રેગ્નેટ હોવાથી તેમને પતિ કોમા સરી ગયા હોવાની જાણ કરવામાં આવી નહોતી. પણ મેરેજ એનિવર્સરી વખતે તેઓએ પતિ પાસે જવાની જીદ કરી હતી. અહીં પતિની હાલત જોઈને તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હતા. બાદમાં તેમણે પુત્રને જન્મ આપ્યો હતો. પરિવાર પુત્રના જન્મની ખુશી પણ નહોતી મનાવી શકતો, કેમ કે પરિવારના મોભી એવા રાકશે વઘાસિયા હજી કોમામાં જ છે. પિતાને એ વાતથી હજી અજાણ જ છે કે તેમના ઘરે પુત્રરત્નનો જન્મ થયો છે.

કોમામાં સરી પડ્યા બાદ પ્રોફેસર રાકેશ વિઘાસિયાની સારવાર માટે પરિવાર આકાશ-પાતાળ એક કરી દીધું છે. પરિવારે તમામ બચત ખર્ચી નાખવા ઉપરાંત સંબંધીઓની પણ મદદ લીધી હતી. એટલું જ નહીં ઉછીના પૈસા પણ લીધા છે. સારવાર માટે ગુજરાત બહાર ચેન્નાઈ અને અમેરિકા સુધીના નિષ્ણાત ડૉક્ટરોની સલાહ લેવામાં આવી છે. આમ છતાં આજે 4 મહિના થઈ ગયા પણ તેની સ્થિતમાં કોઈ સુધાર થયો નથી. પરિવાર માટે સ્થિતિ ત્યારે વધુ વિકટ બની કે જે કોલેજમાં રાકેશ વઘાસિયા નોકરી કરતા હતા હતા તે સરકારી એવીપીટી કોલેજમાંથી આવતો અડધો પગાર પણ હવે બંધ થઈ ગયો છે.

પરિવારના સભ્યો છેલ્લાં ચાર મહિનાથી સરખું જમ્યા નથી કે ઉંઘ્યા નથી. તમામ લોકો ચિંતાતુર જીવન પસાર કરી રહ્યા છે. કોમામાં રહેલા રાકેશ વિઘાસિયાને તેમની માતા દીકરાને રોજ પ્રેમથી ઉઠાઠે પણ દીકરો ઉઠતો નથી. માતા રોજ જમતી વખતે સાદ પાડે છે કે ચાલ દીકરા જમવા બેસી જા. પણ દીકરો હાલતો-ચાલતો નથી. 4 વર્ષની લાડલી દીકરી પણ પિતા પાસે જઈને કહે છે પપ્પા કંઈ કો બોલો. એટલું જ નહીં 3 મહિનાનો નવજાત પુત્ર પણ પિતાના ખોળા પાસે રમી જાણે પિતાને જગાડવા મથતો હોય તેવું લાગે છે. વઘાસિયા પરિવારની આ સ્થિતિ જોઈને કઠણ હ્રદયનો માનવી પણ અંદરથી ધ્રુજી ઉઠે તેવી છે. ભગવાન આ પરિવારને સહન કરવાની શક્તિ આપે…

Spread the love

Leave a Reply

Your email address will not be published.