પહેલા અજ્ગરે ગળી લીધો વાંદરો પછી જે થયું તે જોઈને સૌ કોઈ હેરાન થઈ ગયા…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ ધરતી પર માણસ એકલો નથી કેજે વસવાટ કરે છે પરંતુ અનેક ઘણા જ નાના મોટા જીવો હોઈ છે કેજે આ દુનિયામાં રહે છે આવા જીવો માંથી ઘણા જીવો ઝેરિલા હોઈ છે. ઝેરિલા શબ્દ સાંભળતા જ આપણા મનમાં સૌથી પહેલો વિચાર સાપ અંગે આવે છે.

પરંતુ બધા સાપ ઝેરિલા નથી હોતા કે તે દરેક વ્યક્તિ ને ઈજા પણ પહોંચાડતા નથી. પરંતુ જો વાત અજગર વિશે કરીએ તો આ પ્રાણી દેખાવમા એક દમ સાપ જેવુજ લાગે છે પરંતુ તે સાપ કરતા ઘણા જ ખૂંખાર હોઈ છે તે પોતાના શિકાર ને આખે આખો ગળવાની ક્ષ્મતા રાખે છે અને આ જીવ સાપ કરતા વધુ જોખમી હોઈ છે આપડે અહીં એક એવા બનાવ વિશે વાત કરવાની છે કે જ્યાં અજ્ગરે એક વાંદરાને ગળી લીધો પણ પછી જે થયું તે ઘણુંજ અચરજ અપાવે તેવું હતું. તો ચાલો આ ઘટના અંગે વધુ માહિતી મેળવીએ.

તમને જણાવી દઈએ કે આ બનાવ ગુજરાત ના વડોદરા શહેર માં બન્યો છે અહીં એક તળાવના કિનારે 11 ફૂટ લાંબો અજગર હતો આ અજગર એક જીવંત વાંદરાને આખો ગળી ગયો હતો. શરૂઆતમાં બધું બરાબર હતું પણ પછી આ અજગર વાંદરાને પચાવી ન શક્યો અને અજગર મુશ્કેલીમા પડી ગયો.

આ વાંદરો અજગરના ગળા ના ભાગમાં વાંદરો ફસાઈ ગયો, આ કારણે અજગર ની જીવ જોખમ માં પડી ગયો આ બનાવ ના કારણે આસપાસના લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ. આ સમગ્ર બનાવ અંગે વિભાગને જાણ કરવામાં આવી. માહિતી મળતા વન વિભાગ ની ટીમ તરતજ ઘટના સ્થળે પહોંચી. અને અજગરને બચાવ્વા ની કામગીરી શરૂ કરી.

આ બનાવ અંગે વધુ જણાવતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ઓફિસર રાવલે જણાવ્યું હતું કે, આ કામમાં થોડી મહેનત લાગી પણ અંતે અમે અજગરને પકડી લીધો છે. આ પછી અમે તેને કરોલીબાગના રેસ્ક્યુ સેન્ટરમાં લાવ્યા જ્યાં વાંદરો તેને પચાવી ન શકતા તેને વાંદરા ને બહાર કાઢી લીધો હતો.

જો કે હાલ આ અજગર પશુચિકિત્સકો ની નિગરાણી હેઠળ છે તેમના દ્વારા આ અજગર ને સ્વસ્થ જાહેર કર્યા બાદ આ અજગર ને જંગલમાં છોડવામાં આવશે. જોકે અજગર હજુ સંપૂર્ણ સ્વસ્થ નથી તેથી તેને નિષ્ણાતોની દેખરેખમાં રાખવામાં આવી રહ્યો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *