પહેલા કંઈક આવા દેખાતા હતા તારક મહેતા શોના આ કલાકારો તેમના જુના ફોટાઓ જોઈને તમને પણ નવાઈ લાગશે… જુઓ ફોટાઓ…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં મનોરંજન કેટલું જરૂરી છે. વ્યક્તિ પોતાના જીવનમાં જયારે પોતાના રોજ બ રોજના કાર્યોથી થાકી જાય છે. ત્યારે તે મનોરંજ મૅળવવા ઈચ્છે છે. તેમાં પણ હાલના આ હરીફાઈ અને સ્ટ્રેસ વાળા સમય માં કે જ્યાં લોકો પાસે સમય નો અભાવ છે. અને કામનું પ્રમાણ વધુ છે તેમાં લોકો હસવા માંગે છે. કહેવાય છે કે દુનિયામાં સૌથી અઘરું જો કોઈ કામ હોઈ તો તે લોકોને હસાવવાનું છે. ડોક્ટરો પણ કહે છે કે જીવનમાં ખુશ અને આનંદિત રહેનાર વ્યક્તિ તંદુરસ્ત રહે છે.
લોકોને આવોજ આનંદ આપવાનું કામ મનોરંજન જગત નો સૌથી લોકપ્રિય શો ” તારક મહેતા કે ઉલ્ટા ચશ્માં ” કરે છે. આ શો છેલ્લા લગભગ 13 થી 14 વર્ષથી લોકોને હસાવવાનું કામ કરે છે. અને આજે પણ આ શોની લોક પ્રિયતા એટલીજ છે અને તેના ફેન્સ દેશ વિદેશ માં ફેલાયેલા છે. આ શોના દરેક કિરદાર જેવા કે જેઠા લાલા, દયા બહેન, તારક મહેતા, કે પછી ટપુસેના દરેક કિરદારો લોકોમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. અને તેમના દરેકની સારી એવી ફેન ફોલોઇંગ પણ છે. તેવામાં આ શોના અમુક કલાકારો ના જુના ફોટાઓ આપણે અહીં જોવાના છે. જેને જોયા પછી તમને પણ લાગશે કે હાલમાં આ કલાકારોમાં ઘણો ફેરફાર થઇ ગયો છે.
જો વાત ગરબા ક્વિન તરીકે જાણીતા દયા બહેન અંગે કરીએ તો જણાવી દઈએ કે આ શોમાં દયા બહેન નું પાત્ર ભજવનાર અભિનેત્રીનું નામ દિશા વકાણી છે. જો કે છેલ્લા થોડા સમયથી દિશા આ શોમાં જોવા મળ્યા નથી છતાં પણ તેમની લોક પ્રિયતા હજુ પણ અકબંધ છે. જો વાત તેમના આગાઉના આ ફોટા અંગે કરીએ તો જોઈ શકાય છે કે આ ફોટો તેમના બાળપણ નો છે. જેમાં તેઓ બે ચોટલી અને વાળમાં ગજરો સાથો સાથ ચાંદલામાં જોવા મળી રહ્યા છે. તેમનો આ લુક ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.
જો વાત શોના લીડ એક્ટર એટલે કે જેઠા લાલ અંગે કરીએ તો જણાવી દઈએ કે જેઠા લાલ નું પાત્ર ભજવનાર કલાકાર નું નામ દિલીપ જોશી છે. જણાવી દઈએ કે હાલના સમય માં તેમની લોક પ્રિયતા ઘણી છે. છતાં પણ અહીં સુધી પહોચીયા પહેલા તેમણે ઘણી મહેનત અને ઘણો સંઘર્ષ કરીયો છે. તેમનો આ ફોટો યુવાની નો છે. જેમાં તેઓ ટોપી પહેરેલા જોવા મળી રહ્યા છે.
જો વાત શોના સૌથી વૃદ્ધ કિરદાર એટલે કે બાપુજી વિશે કરીએ તો જણાવી દઈએ કે આ શોમાં બાપુજીનું પાત્ર ભજવનાર કલાકાર નું નામ અમિત ભટ છે. જો કે તમને જણાવી દઈએ કે વાસ્તવિક જીવન માં તેઓ આટલા વૃદ્ધ નથી પરંતુ તેમણે પોતાના પાત્રને એટલું સહેજ અને વાસ્તવિક રીતે ભજવી રહ્યા છે કે લોકોને તેમની સાચી ઉમર અંગે અનુમાન લાગી શકતું નથી જો કે તેમની ફેન ફોલોઇંગ પણ ઘણી વધુ જો તેઓ વાસ્તવિક જીવનમાં ઘણા જ હેન્ડસમ છે. આ બાબત અંગે તેમના આ ફોટાઓ ઉપરથી માલુમ પડે છે.
જો વાત શોની સૌથી સુંદર કિરદાર એટલે કે બબીતા જી વિશે કરીએ તો જણાવી દઈએ કે બબીતા જી નું પાત્ર ભજવનાર અભિનેત્રી નું નામ મુનમુન દત્તા છે. તેઓ આ શોની ઘણી જ લોક પ્રિય અદાકારા છે. લોકોને તેમની અને જેઠા લાલ ની કેમેસ્ટ્રી ઘણી પસંદ આવે છે. જો કે આ શો પહેલા પણ તેમણે સાથે કામ કર્યું હતું. અહીં સુધી પહોંચવા માટે તેમણે પણ ઘણી મહેનત કરી છે. આ ફોટો તેમના ટીનેજ નો છે.
આગળ જો વાત શો માં ડોક્ટરો સાહેબ નો રોલ કરનાર કલાકાર અંગે કરીએ તો તારક મહેતા કે ઉલ્ટા ચશ્માં શોમાં ડૉક્ટર હાથી તરીકે નું પાત્ર ભજવનાર કલાકાર નું નામ નિર્મલ સની છે. તેઓ પોતાના ભોજન પ્રત્યે ની રુચિ ના કારણે ઘણા જ ફેમસ છે. આ ફોટો તેમના ટીનેજ નો છે કે જેમાં તેઓ ઘણા કયુટ લાગે છે. હવે જો વાત શોના સાથી શિસ્ત વાળા કિરદાર અને ગોકુલ ધામ સોસાયટી ના સેક્રટરી અંગે કરીએ તો જણાવી દઈએ કે આ શોમાં આત્મા રામ તુકારામ ભીડે તરીકે પાત્ર ભજવનાર કલાકાર નું નામ મંદાર ચાંદવાડકર છે. જો વાત તમેના પહેલા ફોટા અંગે કરીએ તો વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે આ તેમનો ફોટો છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.