પાકિસ્તાન નું ફરી એક અપાક કૃત્ય સરહદ પછી પાણીમાં ભારત ને હેરાન કરવાની કોશિશ જેમાં એક માછીમાર……

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણો દેશ વર્ષો ની ગુલામી માંથી ઘણી મહેનત બાદ આઝાદ થયો છે. દેશ આઝાદ થયો ત્યાર પછી તેની સામે અનેક પડકારો હતા જેમાંથી આતંકવાદ અને પાકિસ્તાન એક છે. ભારતના પાડોસી દેશો જેવાકે ચીન અને પાકિસ્તાન અવાર નવાર ભરતા ની વિકાસ યાત્રા અટકાવ્વાના પ્રયત્નો કરતા રહે છે.

આ માટે પાકિસ્તાન જેવા દેશો સતત સીમા પર ગોળીબારી અને આતંકવાદી પ્રવૃતિઓ દ્વારા ભારત ને પરેસાન કરવાની કોશિશ કરતો રહે છે. જોકે દરેક સીમા પર ભારતીય જાબાસો આવા તમામ ક્રુત્યો નો ઝડબા તોડ તોડ જવાબ આપે છે. તેવામાં ફરી એકવાર પાકિસ્તાન દ્વારા ભારત ને દરિયાઈ વિસ્તાર માં હેરાન કરવાનું કાવત્રુ સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે હાલ માં પાકિસ્તાન મરીને ભારતીય માછી મારો પર કાર્યવાહી કરી છે. જેના અંતર્ગત તેણે 1 ભારતીય બોટ ની સાથો સાથ ભારત ના 6 માછીમારોનું પણ અપહરણ કર્યું છે. આ સમગ્ર ઘટના અંગે માહિતી આપતા માછીમારોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા તેમના પર ગોળીબારી પણ કરવામાં આવી હતી. આ બનાવ IMBL પાસે બન્યો હતો.

અહીં પાકિસ્તાન ની મરીન દ્વારા જસપરી નામની બોટ પર ગોળીબારી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ ગોળીબારી માં મળતી માહિતી મુજબ એક માછીમારનું મોત થયું છે અને આવી ગોળીબારી ના કારણે ઘણા લોકો ને ઈજા પહોંચી હોવાની માહિતી મળી છે.

જો વાત આ ગોળીબારી માં મૃત્યુ પામનાર વ્યક્તિ અંગે કરીએ તો શ્રીધર નામના માછીમારનું મોત થયું છે. આ મૃત્યુ પામેલા વ્યક્તિ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દ્વારકા અને ત્યારબાદ જામનગર ખસેડવામાં આવ્યો હતો. જયારે આ બનાવ માં  ઘાયલ થયેલા માછીમારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

જો કે આવા ક્રુત્યો પાકિસ્તાન અવાર નવાર કરતું જ રહે છે તમને જણાવી દઈએ કે આ અગાઉ ગયા વર્ષે એપ્રિલમાં પણ પાકિસ્તાની મરીન દ્વારા આવા અપાક ક્રુત્યો ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. અહીં દરિયાઈ સરહદ પાસે બે બોટ પર પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો. આ સમયે બોટમાં 8 લોકો સવાર હતા. તે વખતે આ ગોળીબારી માં ઉત્તર પ્રદેશનો એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ત્યારે પણ આ બંને બોટ દ્વારકાના દરિયા વિસ્તારમાં હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *