પાલીતાણા મા વરસાદ ના પાણી મા ફસાયેલા 2 બાળકો ના થયા મોત, કુલ 4 લોકો….
ભાવનગર: શહેર-જિલ્લામાં મોડી રાત્રે આવેલા ધોધમાર વરસાદમાં નદીઓમાં પાણીનો પ્રવાહ વહેતો થયો હતો. પાલીતાણામાં નદીમાં આવેલા પાણીમાં તણાઈ જવાના બે કિસ્સા બન્યા છે જેમાં 2 બાળકોના મોત નિપજ્યા છે જ્યારે તેમની માતાનો આબાદ બચાવ થવા પામ્યો છે. અન્ય એક બનાવમાં કોઝ-વે ઓળંગવા જતા ધસમસતા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
પાલીતાણાની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતી એક માતા પોતાના પુત્ર અને પુત્રીને એક્ટિવા પર મોટી રાજસ્થળી રોડ પર આવેલ શિતળા માતાના મંદિર પાસેના નાળા પરથી પસાર થતા હતા. ત્યારે તેમનું એક્ટિવા નાળા પરથી વહી રહેલા પાણીના પ્રવાહ સામે ટકી ન શકવાથી માતા અને તેના બંને બાળકો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા હતા.
ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડના લાશ્કરોએ તરત ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં માતાનો આબાદ બચાવ થયો હતો. જ્યારે 12 અને 18 વર્ષીય સંતાનોના મોત નિપજ્યા હતા. સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બન્ને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય એક ઘટનામાં પાલીતાણાના આકોલાળી ગામે કોઝ-વેમાં 35 વર્ષીય યુવક તણાયો હતો. આકોલાળી ગામે કોઝ-વેમાં ભરતગીરી ગોસ્વામી નામનો યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં ગરકાવ થયો હતો. કોઝ-વેમાં ધસમસતા પાણીમાં ચાલતો આવતો હતો.
તે ઘટના કેમેરામાં કેદ થઈ હતી 35 વર્ષીય યુવક કોઝ-વેમાં ગરકાવની સ્થાનકોને જાણ થતા સ્થાનિક તરવૈયા ની મદદ થી યુવક ની શોધખોળ શરૂ કરાઇ હતી અને પાલીતાણા ફાયર વિભાગ ઘટના સ્થળે જવા રવાના થઇ હતી.