પોલિસ ના નામે આ વ્યક્તિ એ મહિલા સાથે કર્યું એવું કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર…..

મિત્રો આપણે અવાર નવાર અનેક લોકો ને એવા જોયા છે કેજે પોતાના સ્વાર્થ માટે અને પોતાના રૂપિયાની લાલચ ને કારણે અન્ય વ્યક્તિ નો પહેલા વિશ્વ જીતે છે અને ત્યાર બાદ લોકો સાથે વિશ્વાઘાત કરી તેમની પાસેથી ઘણા નાણાં પડાવી પડે છે આવા લોકો ફક્ત પોતાના સ્વાર્થ માટે અન્ય ને લૂંટે છે.

પણ કહેવાય છેકે ખોટા નો સમય બોવ લાંબો ટક્ટો નથી વ્યક્તિ ગમ્મે તેટલું ખોટું બોલે અંતે તો નું જૂઠ પકડાઈ જાયજ છે. આપડે અહીં એક એવાજ બનાવ વિશે વાત કરવાની છે કે જ્યાં એક વ્યક્તિએ એક યુવતી પાસે થી ઘણી મોટી રકમ ઠગી અને આ પ્રકાર ની ઠગી માટે તેણે પોલીસ ના ખોટા નામ નો ઉપયોગ કર્યો.

મળતી માહિતી અનુસાર આ બનાવ મધ્યપ્રદેશના વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવ્યો છે જ્યાં એક યુવકે યુવતી સાથે છેતરપિંડી કરી અને તેની પાસેથી કાર અને લગભગ 8 લાખ રૂપિયા પડાવી પડ્યા.

આ યુવક નું નામ રાજવીર સોલંકી છે. આ બદમાશે લગ્ન કરવા માટે પહેલતો યુવતીને પ્રેમની જાળમાં ફસાવી આ માટે આ યુવકે પોતે સબ-ઇન્સ્પેક્ટર છે તેવું જણાવ્યું. વળી તેણે એવું પણ કહ્યું કે તે પોતે કેન્દ્ર સરકારનો ખુફ્યા ઓફિસર છે. યુવકની આવી વાતો પર આ યુવતી ભરોસો કરી બેઠી અને તેમનો પોતાના પ્રેમને આગળ લઈ જતા આ બંનેએ સગાઈ પણ કરી લીધી.

ત્યાર બાદ તેણે આ યુવતી પાસેથી લગભગ 8 લાખની છેતરપિંડી પણ કરી તથા એક્ટિવા સ્કૂટી પણ લીધી. આ વ્યક્તિ જ્યારે પહેલીવાર છોકરીને મળ્યો ત્યારે તેણે જણાવ્યું કે તે પોતે પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે કાર્યરત છે. ત્યારબાદ થોડા જ મહિનામાં તેણે જણાવ્યું કે હવે તે સબ-ઇન્સ્પેક્ટર ઉપરાંત કેન્દ્ર સરકારના ગુપ્ત અધિકારી તરીકે પણ ફરજ બજાવે છે. આમ થોડા દિવસોમાં, કોન્સ્ટેબલ માથી સીધા સબ-ઇન્સ્પેક્ટર બનવાની યુવક ની આ વાર્તા છોકરીની સમજાણી નહીં અને તેને આ યુવક પર શક થયો.

પછી તેણી એ યુવકને પકડ્યો અને તેને વિજયનગર પોલીસ સ્ટેશન લઈ ગઈ અને યુવકની ફરિયાદ દાખલ કરી. ત્યાર બાદ પોલીસ દ્વારા વધુ તપાસ કરતા, આ વ્યક્તિ પાસેથી રાજવીર સોલંકી નામના ઘણા નકલી આઈડી કાર્ડ પણ મળ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ પહેલા પણ આ યુવક દ્વારા અનેક છેતરપિંડીના મામલા સામે આવ્યા છે, જેમાં પોલીસ તપાસમાં લાગી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *