પ્રેમી પંખીડા બનેલ દેવર અને ભાભીના પ્રેમ પ્રકરણ નો દુઃખદ અંત બંને એ ટ્રેનના પાટા પર કરી આત્મ હત્યા પરિવારે કહ્યું કે…..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો લાગણીશીલ છે. અને પોતાના આવા સ્વભાવ ના કારણે તે સમગ્ર જીવનમાં અનેક લોકો સાથે સંબંધ બાંધે છે, જે પૈકી પ્રેમ એક છે. આપણે સૌ જાણીએ છીએ કે યોગ્ય વ્યક્તિ સાથે પ્રેમ થાય તે ઘણું ફાયદા કારક છે. યોગ્ય વ્યક્તિના કારણે જીવન સારી રીતે વીતે છે. જયારે તેનાથી ઉલટું અયોગ્ય વ્યક્તિ સાથે થયેલ પ્રેમ વ્યક્તિના જીવન ને ઘણું જ નુકસાન પણ પહોંચાડી શકે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમ આંધળો હોઈ છે તેવું લોકો કહે છે. એક વાર પ્રેમમાં પાડનાર લોકો કઈ પણ વિચારતા નથી અને એક બીજાની સાથે રહેવા માટે અનેક પ્રયાસો કરે છે આ માટે તેઓ પોતાના પ્રેમની ખાતર કોઈ પણ ની સામે લાડવા માટે તૈયાર થઇ જાય છે. પછી ભલે સામે સમગ્ર વિશ્વ કે પોતાનો ખુદનો પરિવાર પણ કેમ ના હોઇ. તેઓ કોઈના વિશે વિચારતા નથી.

પ્રેમ માં પડેલ આવા લોકો પોતાના પ્રેમી કે પ્રેમિકા સાથે રહેવા માટે ઘણી વખત અનેક પ્રકાર ના અયોગ્ય પગલાંઓ પણ ભરી લે છે કે જેનો અંજામ તે વ્યક્તિ અને તેની સાથે જોડાયેલ તમામ લોકોને સહન કરવો પડે છે. હાલ આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક દેવર અને ભાભીના પ્રેમ પ્રકરણ નું દુઃખદ અંત આવ્યો છે. સાથે જીવવા માંગતા આ પ્રેમી પંખીડાઓ એ ટ્રેન ના પાટા પર આપઘાત કરી સાથે મૃત્યુને ભેટ્યા છે. જો વાત આ બનાવ અંગે વિસ્તારથી કરીએ તો તે આ પ્રમાણે છે.

મળતી માહિતી અનુસાર આ બનાવ હરિયાણાના કરનાલ જિલ્લાના ગોગદીપુર ગામ છે. અહીં એક બીજા સાથે પ્રેમ કરતા દેવર અને ભાભી એ આત્મ હત્યા કરી છે. જો વાત આ દેવર અને ભાભી અંગે કરીએ તો જણાવી દઈએ કે આ પ્રેમી પંખીડામા દેવર નું નામ અમન જ્યારે ભાભી નું નામ પરમજીત કોર હતું.

જણાવી દઈએ કે મનોજ સિંહના લગ્ન 12 વર્ષ પહેલા પરમજીત કૌર નામની યુવતિ સાથે થયા હતા. માનોજ અને પરમજીતને 3 બાળકો પણ છે. લગ્ન બાદ મનોજનો ભાઈ અમન અને પરમજીતને એકબીજા સાથે પ્રેમ થયો. જો કે અમન હજુ પરણ્યો ન હતો. શરૂઆત માં તેઓ પરિવારથી બચવા માટે એકાંતમાં ગુપ્ત રીતે મળતા હતા. તેમના આ પ્રેમ પ્રકરણ અંગે પરિવારના સભ્યો લાંબા સમય સુધી ખબર ના હતી. પરંતુ જ્યારે પરિવારજનો ને આ બાબત અંગે માહિતી મળી ત્યારે તેમણે નારાજગી વ્યક્ત કરી અમન અને પરમજીતને ઠપકો આપ્યો હતો.

પરિવાર તરફથી મળેલ ઠપકા ના કારણે દેવર અને ભાભી ઘર છોડીને ભાગી ગયા. ત્યાર બાદ પરિવારે બંનેની શોધખોળ કરી અને 15 દિવસ બાદ ઘરે પરત લાવ્યા. જે બાદ પરિવાર ના લોકોએ પરમજીતને ઘરમાં રાખી અને અમનને ગામની બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. જો કે થોડા દિવસો સુધી અમન વિશે કંઈ જ ખબર ન પડી.

પરંતુ થોડા સમય પહેલા અમન ઘરે આવ્યો અને પરમજીતને ફરી પોતાની સાથે ભગાવી ને લઇ ગયો હતો. જે બાદ પરિવારજનો એ તેમની શોધખોળ શરૂ કરી પરંતુ તેમના વિશે માહિતી ના મળી. જે બાદ સોમવારે સવારે ગામમાં રહેતા રાય સિંહને એક ખેડૂતનો ફોન આવ્યો કે પ્રકાશનો પુત્ર અમન ટ્રેનની નીચે આવી ગયો છે. તેણે વધુમાં એ પણ જણાવ્યું કે એક મહિલા પણ ટ્રેનની અડફેટે આવી હતી. આ બનાવ અંગે માહિતી મળતા પરિવાર ના લોકો તુરંત ઘટના સ્થળ પર પહોંચ્યા અને જોયું કે અમન અને પરમજીતના મૃતદેહ પડેલા હતા. આ બંનેએ શાન-એ-પંજાબ ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *