ફક્ત 21 વર્ષ ની ઉંમર માં બધું છોડીને ભગવાન કૃષ્ણ ના શરણે જઈ પહોચી આ છોકરી….
ભારત ને સાધુ સંન્યાસીઓ નો દેશ કહેવામાં આવે છે. કારણકે ભારત માં જુના જમાના માં લોકો ગ્રહસ્થ જીવન પછી સાધુ સન્યાસી બની જતા હતા. ભારત દેશ વિવિધતાઓ થી ભરેલો દેશ છે છતાં પણ આ દેશમાં એકબીજા પ્રત્યે એકતા ખુબ જ જોવા મળે છે. ભારત દેશ માં ઘણા સાધુ સંતો જોવા મળે છે. ઘણા બધા લોકો સાધુ બનીને ભગવાન ની ભક્તિ માં લીન થઇ જાય છે. પહેલા એવું ઘણી વાર સાંભળવા મળતું કે કોઈ વ્યક્તિ સાધુ થઇ ગયું. પરતું આજના જમાના માં ઘણા ઓછા લોકો એવા હોય છે કે આ સંસાર છોડી ને ભગવાન ની ભક્તિ માં લીન થઇ જાય છે. આજે પણ ઘણા લોકો સંસાર છોડીને સાધુ બને છે.
આજે અમે તમને આ આર્ટીકલ ના માધ્યમ દ્વારા એવી જ એક છોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ફક્ત 21 વર્ષ ની ઉંમર માં જ ઘર પરિવાર નો ત્યાગ કરી ને સાધુ બની ગઈ છે. તો ચાલો જાણી લઈએ એ છોકરી વિશે, જેને આટલી ઉંમર માં ભગવાન ની ભક્તિ કરવામાં લાગ્યો રસ.
અને ફક્ત 21 વર્ષ ની ઉંમર માં જ ઘર પરિવાર છોડી ને સાધુ બની ગઈ છે આ છોકેરી, જેનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો. આ છોકરી નું નામ છે જયા કિશોરી જી. આ જય કિશોરી જી નો જન્મ રાજસ્થાન ના સુજાનગઢ શહેર માં થયો હતો. જયા કિશોરી જી એ માત્ર 21 વર્ષ ની ઉંમર માં જ ગૃહસ્થ જીવન ને ત્યાગ કરી ને સન્યાસ ગ્રહણ કરી લીધો છે.
જયા કીશોરીજી ના અનુસાર આપણી આસપાસ ભગવાન કોઈ ને કોઈ રૂપ માં જરૂર રહેતા હોય છે. જયા કિશોરી જી લોકો માં આસ્થા વેચી રહી છે. જે ઉંમર માં બાળકો વાચતા લખતા હોય છે તે ઉંમર માં આ જયા કિશોરી જી ભગવાન કૃષ્ણ જી ની લીલાઓ સંભળાવી રહી છે. જયા કીશોરી જી અનુસાર તે દુનિયા માં ફક્ત ભગવાન શ્રી કૃષ્ણ ને જ પ્રેમ કરે છે.
આજે જયા કિશોર જી ના ઘણા ભક્તો છે લગભગ તેના કરોડો જેટલા ભક્તો છે. જયા કીશોરીજી શ્રી કૃષ્ણ જી ની ભક્તિ માં હંમેશા લીન જ રહે છે અને એની સિવાય તે સમય કાઢીને પોતાનો અભ્યાસ પણ કરે છે. તેમજ આ સમયે જયા કિશોરી જી એ બીકોમ ૩ ઉતીર્ણ કરી લ્લીધું છે. જયા કિશોરી જી આજે લોકો માટે એક ખુબ જ મોટી આદર્શ છે.