ફીરોદાબાદ થી સામે આવ્યો દુઃખદ બનાવ કે જ્યાં ત્રણ બદમાશો એક વ્યક્તિ પર હથિયાર લઈને હુમલો કર્યો અને તેના હાથ પગ ભાંગી નાખ્યા જયારે તેને બચાવવા ગયેલ લોકો…..જુઓ વિડિઓ….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં માનવીની સ્વાભવ ઘણી વિચિત્ર થઇ ગયો છે. જેના કારણે વ્યક્તિને નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય છે. અને ન જેવો બાબત ઘણું જ વિકરાળ રૂપ ધારણ કરી લે છે. આવા બનાવ ધીરે ધીરે ઘણું જ મોટું સ્વરૂપ ધારણ કરે છે. આવા ઝઘડા ના કારણે ઘણી વખત લોકોમાં મારપીટ પણ થઇ જાય છે. અને જેન કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થઇ જાય છે. તો ઘણા લોકોને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે.

આવા અનેક બનાવો હાલના સમય માં જોવા મળે છે. કે જ્યાં તંત્ર ના કાર્યરત હોવા છતાં પણ અમુક લોકો પોતાનું ગુંડા રાજ સ્થાપિત કરવા માંગત હોઈ છે. ત્યારે તંત્ર અને પોલીસ ની કામગીરી પર પણ ઘણી વખત સવાલો ઉત્પન્ન થાય છે. જો કે પોલીસ ટિમ દ્વારા આવા ઉપદ્રવીઓ ને ઘણી આકરી સજા આપવામાં આવે છે. છતાં પણ આવી અનેક અમાનવીય ઘટના સમાજ માં બનતી જોવા મળે છે. આપણે અહીં એક એવીજ ઘટના અંગે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેના કારણે સૌ કોઈમાં ગુસ્સાની લાગણી છે.

જણાવી દઈએ કે આ બનાવ ફીરોદાબાદ નો છે. કે જ્યાં ભર બજારમાં ત્રણ લોકો હથિયાર સાથે એક નિશસ્ત્ર વ્યક્તિ પર હુમલો કર્યો છે. આ વ્યક્તિઓ એ હથોડા અને લોખંડની લાકડીઓ દ્વારા હુમલો કર્યો હતો. તેમની પાસે પિસ્તોલ પણ હતી. જણાવી દઈએ કે આ બદમાશો એ આ વ્યક્તિના હાથ પગ ભાગી નાખ્યા છે. જયારે આ બનાવ બન્યો ત્યારે આસ પાસ હાજર અનેક લોકો આ વ્યક્તિની મદદ કરવા ગયા. જે પૈકી એક વ્યક્તિએ હુમલો કરતા આ બદમાશને પાછળથી પકડવાની પણ કોશિશ કરી પરંતુ આ બદમાશો એ તેને ધક્કો મારી દીધો અને હવામાં ગોળીબારી પણ કરી.

જણાવી દઈએ કે આ બનાવ અંગે નો એક વિડિઓ પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકો એ તમામ વ્યક્તિઓ ની ઘણી પ્રશંસા કરી રહ્યા છે કે જેઓ આ વ્યક્તિને બચાવવા ગયા હતા સાથો સાથ તેઓમાં આ ત્રણેય બદમાશો અંગે ઘણી ગુસ્સાની લાગણી પણ છે. જો વાત આ બનાવ પાછળ ના કારણ અંગે કરીએ તો જણાવી દઈએ કે જે વ્યક્તિ પર હુમલો થયો છે તેનું નામ મનીષ છે. જણાવી દઈએ કે મનીષ હરિયાણા ના ગામ ફતેહપુર ના ચાંદલી નો રહેવાસી છે.

તે સોમવારે પોતાના કામથી અહીં ફરીદાબાદ ના બઢ઼ખલના જીલ ચોક માં આવ્યો હતો. ત્યારે આ ત્રણ બદમાશો એ તેના પર હુમલો કર્યો હતો. જણાવી દઈએ કે આ મામલાની જાણ થતા પોલીસ ટિમ દ્વારા તમામ ત્રણ આરોપીઓ લલિત, પ્રદીપ અને સચિન ને મનીષ સાથે મારપીટના ગુનાહમાં પકડી લીધા છે. જણાવી દઈએ કે આ તમામ આરોપીઓ ફતેહપુર ના ચાંદલી ના રહેવાસી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *