બગોદરા- ધંધુકા પર ગંભીર અકસ્માત મા બસ પલ્ટી ખાઈ જતા 35 યાત્રાળુ

આપણા દેશમાં ઘણા એવા ચમત્કારી મંદિરો આવેલા છે, જ્યાં ભગવાન પર શ્રદ્ધા રાખવાથી ઘણી મનોકામના પૂર્ણ થાય છે. ઘણા લોકો ચમત્કારી મંદિર ના દર્શન કરવા દુર દુરથી જતા હોય છે. આજે અમે તમને એક ખોડીયાર માતા ના મંદિરમાં થયેલા કિસ્સા વિશે જણાવીશું જે જાણીને ગામના લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. મહિસાગર જિલ્લામાં પલ્લા ગામમાં એક અજીબોગરીબ કિસ્સો બની ગયો છે. લુણાવાડાના પાલ્લા ગામે આવેલા ખોડીયાર મંદિરમાં મગરના દર્શન થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. મહિસાગર જિલ્લાના પાલ્લા ગામમાં ખોડિયાર માતાના મંદિરમાં ચોરીની ઘટના બની હતી.

આ ખોડિયાર મંદિરમાં ચોરી થયા બાદ એક મગર આવી ગયો હતો. પછી તેના દર્શનગામના લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. આપણે જાણીએ જ છીએ કે ખોડિયાર માતાનું વાહન મગર છે. એને જોઇને લોકોએ કંકુ છાંટીને તેના દર્શન કર્યા હતા. જોકે, ઘટનાની જાણ થતા વનવિભાગના લોકો પણ મગરને પકડવા માટે પહોચી ગયા હતા. વન વિભાગની મગર પકડવાની કામગીરીમાં વિરોધ પણ કરવામાં આવ્યો હતો. મંદિરની નજીક તળાવ આવેલું હોવાથી મગર તેમાંથી આવ્યો હોવાની આશંકા હતી. શ્રદ્ધાળુઓએ મગર પર કંકુ છાંટીને તેને શુભ ગણાવ્યો હતો. ઘણા લોકો એવી ચર્ચા કરતા હતા કે માતાજી એ મંદિરની રક્ષા કરવા મગરને મોકલ્યો છે.

મંદિરમાં આવેલા મગરને માતાજીએ મોકલ્યો હોવાનું માનીને એને ચમત્કાર ગણીને લોકોએ મગર પર કંકુ છાંટ્યું હતું અને અનેક લોકોએ મગરનાં દર્શન કર્યાનો લાભ લીધો હતો. વનવિભાગ કહ્યું કે મગર માતાજીના વાહન તરીકે પૂજાતો હોવાથી લોકોએ મગર ને પકડવા માટે ઇન્કાર કરી દીધો હતો. વન વિભાગે ઘણા સમજાવ્યા અને બે કલાક પછી મગરને પકડવામાં આવ્યો હતો.

આ ખોડીયાર મંદિરમાં અંદર મગર પહોચી ગયો હતો. મહિસાગરના ડેપ્યુટી કનર્ઝવેટર ઑફ ફોરેસ આરએમ પરમારે જણાવ્યું હતું કે ગામના લોકો ભેગા થઇ જતા મગર પકડવામાં થોડી પરેશાની થઇ હતી. પરમારે પીટીઆઈને જણાવ્યા મુજબ મગર ખોરાકની શોધમાં 4-5 કિલોમીટર સુધી જઈ શકે છે. નજીકમાં મહિસાગર નદીમાં આ પ્રકારના મગર જોવા મળે છે.

મંદિરમાં આવેલો મગર ફક્ત 4 વર્ષનો જ હતો. આ મગર ને પકડીને નદીમાં છોડી દેવામાં આવ્યો હતો. જોકે મંદિરમાંથી દાનપેટી કોણે અને કઈ રીતે ચોરી એ મામલે હજી સુધી કોઈ જાણકારી મળી નથી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *