Entertainment

બાળકે એવું તો શું કરું કે તેની માં એ એરપોર્ટ પર જ તેને ચપલ વડે મારવા લાગી ….. જુઓ વિડીયો…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવી એ ઘણો જ લાગણીશિલ વ્યક્તિ છે. પોતાની લાગણી ના કારણે તે પોતાના જીવન માં અનેક સબંધો બાંધે છે. આ તમામ સંબંધો પૈકી માતા અને સંતાનનો સબંધ ઘણો જ મહત્વ પૂર્ણ માનવામાં આવે છે. કારણકે આ સંબંધ નિઃસ્વાર્થ હોઈ છે.

દરેક માતા માટે પોતાના સંતાનો અને દરેક સંતાનો માટે માતા ઘણું જ મહત્વ ધરાવે છે. માતા પોતે દુઃખ સહન કરીને પોતાના સંતાનોને જીવન માં સમગ્ર સુખ આપવાની સતત કોશિશ કરતી રહે છે. સંતાન ના ઉજવળ ભવિસ્ય માટે હંમેશા ચિંતિત રહે છે અને સંતાન આગળ વધે તે માટે સતત કામનાઓ કરતી રહે છે. માતા સંતાન પર આવનારી મુસિબતો માંથી સંતાનને બચાવે છે અને પોતાના સંતાનની સતત રક્ષા કરે છે.

મિત્રો આપણે સૌએ બાળપણ માં માતા ના હાથનો માર જરૂર ખાધેલો હશે પરંતુ કહેવાય છે કે માતાના મારમાં પણ પ્રેમ છુપાયેલો છે. પરંતુ જ્યારે બાળક મોટુ થઇ જાય છે, તે બાદ કેટલીક માતાઓ સંતાનને મારવાનું બંધ કરે છે. જયારે અમુક તો બાળકન મોટું થઈ જાય તો પણ મારતાં હોઈ છે. હાલ સૉશ્યલ મીડિયા પર આવોજ એક માતા અને પુત્રનો વિડીયો લોકોનું દિલ જીતી લીધું છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.

હાલ સૉશ્યલ મીડિયા ના આ માધ્યમ પર એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે કે જેમાં માતા પોતાના સંતાન ને મારતી જોવા મળે છે. હવે જો વાત આ વિડીયો અંગે કરીએ તો જણાવી દઈએ કે વીડિયોમાં જોઈ શકાય છે કે એક પુત્ર પોતાની માતાને લેવા માટે એરપોર્ટ આવ્યો છે. આ સાથે જ પુત્રના એક હાથમાં ગુલદસ્તો અને બીજા હાથમાં ‘હમને આપકો બહુત કિયા’ લખેલું પોસ્ટર પણ જોવા મળે છે. તે ખૂબ જ આનંદ સાથે તેની માતાને મળવા જાય છે. પરંતુ જેવી માતા પુત્ર પાસે પહોંચે છે, તે તરત જ માતા પોતાના ચંપલ ઉતારી લે છે.

જે બાદ માતા કઈ પણ વિચાર્યા વગર પુત્રને ચપ્પલથી મારવાનું શરૂ કરે છે. અચાનક દીકરા પર ચપ્પલની જેમ વરસે છે. બીજી તરફ દીકરો પણ પોતાની માતાનો માર ખાઈ છે. માતા પુત્ર નો આ અનોખો પરમ લોકોને ઘણો પસંદ પડે છે અને લોકો વિડીયો જોયા પછી અનેક અલગ અલગ કોમેન્ટ કરે છે જે પૈકી એક યુઝરે લખ્યું કે, “માતા આખરે તો માતા જ હોય ​​છે.” જયારે બીજાએ કહ્યું, “માતાના પ્રેમને વ્યક્ત કરવાની આ એક રીત છે.” આ ઉપરાંત એકે લખ્યું કે “માતાના મારમાં પણ પ્રેમ છુપાયેલો છે.”

 

View this post on Instagram

 

A post shared by Anwar Jibawi (@anwar)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *