Helth

બીટના સેવન માત્રથી થઈ શકે છે આટલી સમસ્યાઓ દૂર તમે પણ તેના ફાયદા નહીં જાણતા હોવ….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ શિયાળાનો સમય ચાલી રહ્યો છે. આ સમયગાળા માં અનેક એવા વિસ્તરો છે કે જ્યાં ઠંડીએ લોકોને ધ્રુજવા પર મજબુર કરી દીધા છે. તેવામાં આ સમયગાળા માં કરેલ કસરત એ શરીર અને સ્વસ્થ માટે ઘણી ફાયદા કારક સાબિત થાય છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમયમાં લોકો પાસે ઘણું કામ જોવા મળે છે જેના કારણે તેમની પાસે કસરત કરવા માટે પૂરતો સમય રહેતો નથી અને તેઓ પોતાનું સ્વસ્થ સુધારી શકે તેવા કોઈ પણ પ્રકારના કાર્ય કરતા નથી. પરંતુ આજે આપણે આ અહેવાલ માં એવી વસ્તુ અંગે જાણશું કે જેના સેવન માત્રથી આપણે અનેક પ્રકારની બીમારીઓ માંથી દૂર રહી શકીએ છીએ.

મિત્રો આપણે અહીં બીટ ના સેવન ના ફાયદા અંગે વાત કરવાની છે. તો ચાલો આપણે બીટ માં રહેલ તત્વો અને તેના ફાયદા અંગે વાત કરશુ. મિત્રો જણાવી દઈએ કે બીટ માં વિવિધ પોસ્તિક તત્વો જેવા કે વિટામિન સી ઉપરાંત ફોલેટ અને બી6, આયર્ન સાથો સાથ ફોસ્ફરસ જેવા અનેક તત્વો જોવા મળે છે. આવા પોશાક તત્વોને કારણે બીટ નું સેવન સ્વાસ્થ્ય અને ચામડી માટે ફાયદાકારક છે.

જો તેના મહત્વ અંગે કરીએ તો તેનો સૌથી મહત્વનુ પાસું એ છે કે બીટ ના સેવનથી શરીરમાં લોહી વધારે છે. આ ઉપરાંત અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે. બીટ ના સેવનથી ત્વચામા ડિટોક્સને જાળવી રાખે છે, જે સ્વાસ્થ અને ચામડી ને સારી રાખવા માટે મદદ કરે છે, આ ઉપરાંત બીટ ના અન્ય ફાયદા આ પ્રમાણે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે પોતાનો ચહેરો કેટલો મહત્વ ધરાવે છે. જ્યારે પણ અન્ય ની મુલાકાત લેવામાં આવે ત્યારે સૌથી પહેલા લોકોની નજર ચહેરા પર જ જ્યાં છે. તેવામાં ઘણા લોકોને હોઠ ને લઈને ઘણી સમસ્યાઓ હોય છે. જણાવી દઈએ કે જો તમારે હોઠની કાળાશ દૂર કરવી હોઈ તો તે માટે રોજ સૂતા પહેલા હોઠ પર બીટનો રસ લગાવ્વુ જોઈએ. જેના કારણે હોઠનો રંગ કાળા ના બદલે ગુલાબી બનસે. આ ઉપરાંત જો તમારાં હોઠ વારંવાર ફાટી જતા હોય તો બીટનો રસ અને ગ્લિસરીન ભેગું કરીને લગાવ્વાથિ ફાયદો મળશે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં આપણી આસપાસ અનેક પ્રકારના પ્રદુષણ જોવા મળે છે જેની અસર આપણા શરીર પર થાય છે. આવી જ અસર આપણા વાળ પર પણ થાય છે. જેના કારણે આપણે ઘણી વખત જોયું હશે કે લોકોને નાની ઉંમરમાં વાળ સફેદ થઇ જાય છે અને વાળ સતત ખરતા હોઈ છે આવા લોકોને બીટ ફાયદાકારક છે. જો તમે તમારા વાળમાં મહેંદી કે અન્ય વસ્તુઓ લગાવવા માંગતા નથી, તો બીટરૂટને પીસીને તેમાં લીંબુનો રસ, 2 ચમચી દહીં, અડધી ચમચી પલાળેલી મેથીના દાણા અને 1 ગોઝબેરીને પીસીને સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટને તમારા વાળમાં લગાવવાથી ફાયદો થશે.

આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે પોતાની સ્કિન ઘણી મહત્વની હોઈ છે. જેના કારણે દરેક વ્યક્તિ પોતાની તવ્ચાને સંભાળવા માટે અનેક ઉપાયો કરતા હોઈ છે. જો તમારે તમારી ત્વચાની ટેનિંગ ઘટાડવી હોઈ તો અડધો કપ બીટરૂટમાં 3 ચમચી દહીં અને 1 લીંબુનો રસ ઉમેરીને મિશ્રણ બનાવો. તે પછી તમે તેને તમારી ત્વચા પર સારી રીતે લગાવો. જેના કારણે ફાયદો થશે.

આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમયમાં લોકો પાસે અઢળક કામ હોઈ છે જેના કારણે ઘણી વખત તેઓ પૂરતી ઊંઘ લઇ શકતા નથી અથવા તો તેમની સુવાની ક્રિયા માં ખલેલ પહોંચે છે. જેના કારણે ઘણા લોકોની આખના નીચે કાળા કુંડાળા પડી જાય છે. જે જોવામાં ઘણા જ વિચિત્ર લાગે છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાઇ રહ્યા છો તો આ માટે, બીટના રસમાં બદામના તેલના થોડા ટીપાં ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. પછી તમે આ મિશ્રણને તમારી આંખોની આસપાસ લગાવો. જો તમે દરરોજ તેનો ઉપયોગ કરો છો, તો તે તમારા ડાર્ક સર્કલને ઘટાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *