બે પાક્કા મિત્રો ના એક સાથે મોત થયા બન્ને ની અંતિમ યાત્રા એક સાથે નીકળી , સૌની આખો મા આંસુ આવી ગયાં

સુરેન્દ્રનગરના લીંબડી હાઈવે પર પર આજે સવારે ડીવાઈડર સાથે કાર અથડાયા બાદ પલટી જતા કારમાં સવાર બે યુવકોના મોત નિપજ્યા હતા તો અન્ય બે વ્યકિત ઈજાગ્રસ્ત થયા હતા. કારમાં સવાર મૃતકો જામનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. એક યુવક વિદેશથી પરત આવ્યો હોય તેને તેડવા માટે જામનગરથી મિત્રો આવ્યા હતા. જેઓ અમદાવાદથી જામનગર પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.આજે સાંજે બંનેના મૃતદેહ જામનગર લવાયા બાદ બંને મિત્રોની DJ સાથે અંતિમયાત્રા યોજવામા આવી હતી.

સુરેન્દ્રનગરના લીંબડી હાઈવે પર આજે સવારે પસાર થઈ રહેલી એક કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. કારમાં સવાર બે યુવકોના મોત નિપજ્યા હતા. તો બે લોકો ઘાયલ થયા હતા.મળતી માહિતી મુજબ જામનગરના વિનય પંચોલી દુબઈ ગયા હતા. જ્યાંથી તેઓ આજે અમદાવાદ પરત ફરી રહ્યા હોય જામનગરથી તેના મિત્રો તેને લેવા માટે અમદાવાદ ગયા હતા.

તમામ મિત્રો અમદાવાદથી જામનગર પરત ફરી રહ્યા હતા ત્યારે લીંબડી પાસે અકસ્માત નડતા દુબઈથી આવેલા વિનય પંચોલી અને કેતન ઓઝાનું નિધન થયું હતું. જ્યારે અન્ય બે લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. યુવાનોના મોત અંગે જામનગરમાં તેમના પરિવારજનોને જાણ થતા પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું.

અકસ્માતમાં મૃત્યુ પામનાર કેતન ઓઝાનું નિવાસ સ્થાન ઓઝાના ડેલા પાસે આવેલું છે. જ્યારે વિનય પંચોલીનું દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલું છે. બંને જીગરાજન મિત્રોના નશ્વરદેહ જામનગર પોત પોતાના નિવાસસ્થાને લાવવામા આવ્યા હતા. ત્યારબાદ બંને મિત્રોની એકસાથે DJ સાથે અંતિમયાત્રા યોજવામા આવી હતી. મૃતક કેતન ઓઝાને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે જ્યારે વિનય પંચોલી અપરણિત હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *