ભંયંકર અકસ્માત મા યુવક અને યુવતી નુ એક સાથે મોત થયુ.

દાંતા તાલુકાના હડાદ નજીક ગુરૂવારે બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં બાઇક ચાલક અને પાછળ બેઠેલ યુવતીનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. ટ્રક ચાલક શાકભાજીનો ફેરો કરી પરત ફરતા હતા ત્યારે અકસ્માતનો બનાવ નડ્યો હતો. જ્યારે ટ્રેલર ચાલક ટ્રેલર મૂકી ફરાર થઇ ગયો હતો. આ અંગે દાંતા પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, દાંતા તાલુકાના હડાદ નજીક ગુરૂવારે બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચોરાસણ ગામ ખાતે રહેતાં બાઇકના ચાલક અને પાછળ બેઠેલ યુવતી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન ટ્રેલરના ચાલક શાકભાજીનો ફેરો કરી પરત ફરી ધડાકાભેર ટક્કર મારતાં બાઇક ચાલક ફંગોળાઇ ગયા હતા. જ્યારે યુવક-યુવતીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું.

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. લાશને પી.એમ. દાંતા રેફરલમાં ખસેડાઇ હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી જ્યારે ટ્રેલરનો ચાલક ટ્રેલર મૂકી ફરાર થઇ ગયો હતો. યુવક-યુવતીના મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો હતો. જ્યારે પરિવારજનોમાં કાલીમા પ્રસરી ગઇ હતી. આ અંગે દાંતા પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *