IndiaNationalReligious

ભગવાન રામ ના ભક્તો માટે ખુશ ખબર હવે આ ટ્રેન તમને કરાવશે ભગવાન રામ સાથે જોડાયેલા તમામ સ્થળો ના દર્શન….

Spread the love

ભગવાન શ્રીરામ ! મિત્રો આપણે સૌ ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ તરીકે ઓળખીએ છીએ.કારણ કે તેઓ એક આદર્શ સંતાન, આદર્શ પતિ ઉપરાંત એક આદર્શ પિતા ની સાથો સાથ એક આદર્શ રાજા પણ હતા. આપણે સૌ જાણીએ છીએ કે રામાયણ ઘણા સમય લોકોના જીવન પ્રભાવિત કરતું રહ્યું છે.

અહીં ભગવાન પ્રભુ શ્રીરામ લોકોને સાચી રીતે જીવન જીવવાનો ઉપદેશક આપ્યો છે. તેવામાં શરૂઆતથી લઈને હાલની તારીખ સુધી પણ લોકોમાં રામાયણ, ઉપરાંત ભગવાન શ્રીરામ અને તેમની સાથે જોડાયેલી તમામ વસ્તુઓ, વાર્તાઓ અને સ્થળો વિશે જાણકારી મેળવવા અંગે રૂચી રહેલી છે. લોકોની આવી જ ઈચ્છાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર અને ભારતીય રેલ દ્વારા ઘણું પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે.

જેના અંતર્ગત સરકાર અને રેલવે વિભાગ દ્વારા ભગવાન રામ સાથે જોડાયેલા સ્થળોની મુલાકાત શ્રદ્ધાળુઓને કરાવવા માટે એક વિશિષ્ટ ટ્રેનની શરૂઆત કરી છે. અને આ ટ્રેનને રામાયણ એક્સપ્રેસ એવું નામ આપવામાં આવ્યું છે. તો ચાલ આપણે આજે આ ટ્રેન વિશે વિસ્તારથી માહિતી મળવીએ અને જો તમે પણ ભગવાન શ્રીરામના સંપર્ક માં આવેલા તમામ સ્થળોની મુલાકાત લેવા માગતા હો તો આ અહેવાલ તમારા માટે છે.

તમને જણાવી દઈએ કે ભારત સરકાર અને ભારતીય રેલ્વે દ્વારા ભગવાન રામ સાથે સંકળાયેલા તમામ તીર્થ સ્થાનોની મુલાકાત લેવા માટે આ ટ્રેન શરૂ કરવામાં આવી છે, આ ટ્રેન 7 નવેમ્બરના રોજ પહેલી વાર રવાના થવાની છે. આ ટ્રેન નો ઉપદેશ ભગવાન રામ સાથે જોડાયેલા તમામ ધાર્મિક સ્થળો ના દર્શન ભાવિકો ને કરાવવાનો છે. આ ટ્રેન વિશેની તમામ માહિતીઓ IRCTC દ્વારા જાહેર કરવામાં આવી હતી.

જો વાત આ ટ્રેન અને તેમાં આપવામાં આવતી સુવિધાઓ અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે આ ટ્રેન માં સુપર ડીલક્સ એસી જોવા મળશે. આ ટ્રેન માં 2 ક્લાસ એસી કોચ છે. આ ક્લાસ ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ એમ છે. જો વાત લોકો ની સુરક્ષા અંગે કરીએ તો આ ટ્રેનમાં દરેક વ્યક્તિ સુરક્ષા માટે સીસીટીવી કેમેરા ઉપરાંત દરેક કોચમાં એક ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.

જો વાત જમવાની સુવિધા વિશે કરીએ તો તમને જણાવી દઈએ કે આ ટ્રેનમાં બે ડાઇનિંગ કોચ પણ છે, આવા ડાઇનિંગ કોચમાં એક અતિઆધુનિક કિચન પણ છે. આ ટ્રેન ને જોતાં એવું લાગે છે કે તે આધુનિક સમયની હરતી ફરતી હોટેલ હોઈ. તમને આ ટ્રેનમાં અન્ય ઘણી સુવિધાઓ પણ આપવામાં આવે છે.

જો વાત આ ટ્રેન ની ટીકીટ ની કિંમત અને તેના પ્રવાસ અંગેના સ્થળો વિશે કરીએ તો તમને જણાવી દઇએ કે આ ટ્રેન દિલ્હી સફદરજંગ થી અયોધ્યા જઈને તેના પછી સીતામઢી અને ચિત્રકૂટ, ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ સ્થળોએ પણ મુસાફરી કરશે, આવા સ્થળો કે જેની સાથે ભગવાન રામનો સંપર્ક હતો.

જો વાત આ પ્રવાસ ના સમય ગળા અંગે કરીએ તો આ ટ્રેનમાં મુસાફરીનો સમય 17 દિવસનો છે. આ દિવસોમાં ટ્રેન ભગવાન રામ સાથે જોડાયેલા મુખ્ય સ્થળોની મુલાકાત લેશે. આ ટ્રેનનો હેતુ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે નો છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને જણાવ્યા અનુસાર આ ટ્રેન 7 નવેમ્બરે પોતાની યાત્રા શરૂ કરશે.

તેના પછી બીજી ચાર ટ્રેનો પણ આ યાત્રા માટે રવાના થશે. આ યાત્રા માટે ના ખર્ચની જાહેરાત કરતા IRCTCએ આ યાત્રા માટે એક પેકેજ તૈયાર કર્યું છે. જે અંગે ની વિગતો આ પ્રમાણે છે જો તમારે સેકન્ડ AC કોચ માં સફર કરવો હોઈ તો તેનું ભાડું દરેક વ્યક્તિ માટે 82,950 રૂપિયા છે. જ્યારે જો તમારે ફર્સ્ટ AC કોચ માં સફર માં કરવો હોઈ તો તેનું ભાડું 1,02,095 રૂપિયા છે. આ ભાડાની રકમ માં 17 દિવસ માટે વ્યક્તિની હોટલમાં રહેવાથી લઈને ભોજનની અંગેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *