ભયંકર અકસ્માત: ચાલું ટ્રેકટરની ટ્રોલી ઉપર થી યુવક ને પડતા યુવક નું મોત…
લાખણી તાલુકાના ગેળા ગામમાં શુક્રવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેકટરની ટ્રોલી પરથી એક યુવક નીચે પટકાતાં યુવકના માથા પર ટ્રોલીનું ટાયર ફરી વળતાં યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકો દોડી આવ્યા હતા. આ અંગે આગથળા પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે શુક્રવારે લાખણી તાલુકાના ગેળા ગામ નજીક ભયાનક અકસ્માતની ઘટના બની છે. જેમાં એક ટ્રેક્ટરની ટ્રોલી પર યુવક નીચે રોડ પર પટકાતાં યુવકના માથા પર ટ્રોલીનું ટાયર ફરી વળતાં યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકો દોડી આવ્યા હતા. જ્યારે તાત્કાલીક 108 ને જાણ કરતાં 108 ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પરંતુ યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે મૃતકની લાશને લાખણી પી.એચ.સી. સેન્ટરમાં પી.એમ. અર્થે ખસેડી પી.એમ. કરી વાલી વારસાને સુપ્રત કરી હતી.
જ્યારે યુવકના મોતથી પરિવારજનોમાં કાલીમાં પ્રસરી ગઇ હતી. જ્યારે ગામમાં ઘેરા શોકનો માહોલ છવાયો હતો. આ અંગે આગથળા પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.