ભારતે સર્જ્યો નવો રેકોર્ડ વર્ષ 2021 માં સોના ના ખરીદ વેચાણમાં ભારતે છેલ્લા 10 વર્ષ…..
મિત્રો આપણે સૌ સોના અને ચાંદી જેવા ધાતુના મુલ્યને જાણીએ છિએ. આપણે સૌ આ ધાતુઓ ખરીદવા ઇચ્છા પણ રાખતા હોઈએ છિએ. તેવામાં દેશમાં લગ્ન ની સિઝન અને અમુક ખાસ દિવાસો દરમિયાન સોનું અને ચાંદી ખરીદવા ની પ્રથા ઘણી જૂની છે. લોકો સોના અને ચાંદી ખરીદવા પાછળ અઢળક નાણાં ખર્ચે છે તેવામાં સોના ના ખરીદ વેચાણ અંગે વર્ષ 2021 ના જે આંકડાઓ સામે આવ્યા છે. તેના પરથી માલુમ પડે છે કે આજ વખતે ભારત માં સોનું અને ચાંદીની ખરીદી મા ઘણો વધારો જોવા મળ્યો છે.
મિત્રો એક અહેવાલ પરથી મળતી માહિતી અનુસાર દેશમાં વર્ષ 2021 માં સોનાની માંગ માં વધારો જોવા મળ્યો હતો જેના કારણે આ વર્ષે 1,050 ટન સોનાની આયાત કરવામાં આવી હતી. જણાવી દઈએ કે આ સોનાની આયાત છેલ્લા 10 વર્ષ માં સૌથી વધુ છે. આમ સોનાની આયાત માં ભારતે પોતાના જ 10 વર્ષનો રેકોર્ડને તોડી નાખ્યો છે.
જો વાત સોના પર ભારતે રોકેલા નાણાં અંગે કરીએ તો જણાવી દઈએ કે વર્ષ 2021 માં ભારતે સોનાના આયાત પર 55.7 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. જણાવી દઈએ કે આ ખર્ચ વર્ષ 2020 કરતા બમણો છે. જો વાત વર્ષ 2020 માં સોનામાં ભારતે કરેલ ખર્ચ અંગે કરીએ તો આ વર્ષે કુલ 23 અબજ ડૉલરમાં સોનું ખરીદવામાં આવ્યું હતું.
મિત્રો જણાવી દઈએ કે ભારત માં સોના ની માંગ ઘણી છે જેની સામે સોનાનો જથ્થો ઓછો છે માટે મોટા પાયા પર સોનાની આયાત કરવી પડે છે. જો કે આજ વખતે એટલા મોટા પાયા પર સોનાની માંગ જોવા મળી હતી કે જે બાદ સોનાની આયાત માં વધારો જોવા મળ્યો હતો. આને આ વર્ષની આયાત પાછલા 10 વર્ષ ની તુલનામાં સૌથી વધુ હતી. જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 2011માં $53.9 બિલિયનના સોનાની આયાત કરવામાં આવ્યુ હતું.
એક અહેવાલ માં જણાવ્યા પ્રમાણે વર્ષ 2020માં 430 ટન સોનાની આયાત કરવામાં આવી હતી, જે આ વર્ષે વધી ને સોનાની આયાત કુલ 1050 ટન કરવામાં આવી હતી. મિત્રો જો વાત પાછલા વર્ષ એટલે કે વર્ષ 2020 અંગે કરીએ તો જણાવી દઈએ કે પાછલા વર્ષે સોનાની માંગમા ઘટાડો જોવા મળ્યો હતો.
આપણે સૌ જાણીએ છિએ કે આ વર્ષે લોકડાઉન ને સરકારી પ્રતિબંધ ઉપરાંત કોરોનાના વધતાં કેસને ધ્યાન માં રાખીને લોકો એ લગ્ન બંધ રાખ્યા હતા ઉપરાંત લોકોએ ફક્ત જીવન જરૂરી વસ્તુઓ જ ખરીદવા આગ્રહ રાખતા હતા જેના કારણે આ વર્ષ માં સોનાની માંગ ઘટી હતી જેની તુલનામા વર્ષ 2021 માં લોકો ને પ્રમાણમાં વધુ છૂટ છાટ મળતા ફરી જન જીવન પાટે આવતા લોકોએ સોનાની ખરીદી માં પણ વધારો કર્યો હતો.
મિત્રો જણાવી દઈએ કે ભારત દુનિયાનો સૌથી મોટો સોનાની આયાત કરનારો દેશ છે. મુખ્ય રુપથી આભૂષણ ઉદ્યોગની માંગને પૂરી કરવા માટે સોનાની આયાત કરી શકાય છે. જથ્થાના હિસાબે ભારત વર્ષના 800થી 900 ટન સોનાની આયાત કરે છે. સરકારે બજેટમાં સોના પર આયાત ભાવ 12.5 ટકા ઘટાડીને 10 ટકા કરી નાંખી છે. સામાન્ય રીતે સોનાને મુદ્રાસ્ફૂર્તીની વિરુદ્ધ બચાવના રુપમાં જોવામાં આવે છે.