ભારે વરસાદ અને વાવાઝોડા ના કારણે કેનેડા અને કોલંબિયા માં સર્જાયો તાંડવ અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા જ્યારે……
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય વિજ્ઞાન અને ટેક્નોલોજી નો સમય છે. હાલ સમગ્ર દુનિયામાં ઔધ્યોગિકરણ જોવા મળે છે. અને સમગ્ર વિશ્વમા એક પ્રકારે વેપારને લઈને એક બીજા કરતા આગળ વધવાની અઘોસિત યુદ્ધ ચાલી રહ્યું હોઈ તેવું લાગે છે.
આ ઉપરાંત અનેક વસ્તુઓ ના ઉત્પાદન અને તેના કારણે સર્જાતા ઝેરી ગેસોના કારણે વાતાવરણ સતત પ્રદુસિત થતું રહ્યું છે. સાથો સાથ અનેક એવી વસ્તુઓ છે કે જેના કારણે હવા અને પાણી સહિત જમીન નું પણ પ્રદુસણ જોવા મળે છે. આવા પ્રદુષણ ના કારણે વાતાવરણ માં અનેક ફેરફારો જોવા મળે છે. જેના કારણે હાલ જળવાયુ પરિવર્તન ની ઘટના જોવા મળે છે. આ બનાવની અસર અનેક દેશોમા જોવા મળે છે. હાલ આવાજ પરિવર્તનનો ભોગ કેનેડા અને કોલંબિયા ના અમુક વિસ્તારો બન્યા છે.
મળતી માહિતી અનુસાર વધુ વરસાદના કારણે બ્રિટિશ કોલંબિયામાં પૂરની સ્થિતિ જોવા મળી છે, પૂરના કારણે અનેક લોકોના મોત થયા છે. આ પૂરના કારણે ફસાયેલા લોકોને બચાવવા માટે કેનેડાના સશસ્ત્ર દળોને રવિવારે અહીં ફસાયેલા રહેવાસીઓ ની મદદ માટે મોકલવામા આવ્યા છે.
જો વાત આ પૂર અને વાવાઝોડા અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે આ પૂર કેનેડા ના બ્રિટિશ કોલંબિયા ના પ્રશાંત તટીય વિસ્તાર માં ભારે વરસાદ જોવા મળ્યો છે. આવા વરસાદને કારણે પૂર અને માટી ધસી પડવાની ઘટનાઓ સામે આવી છે. આ ગંભીર સ્થિતિ ને ધ્યાનમાં રાખીને બુધવારે આ વિસ્તારો માં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી.
અધિકારીઓ ના માતે આ વિસ્તાર માં ભારે જાન અને માલને નુકસાન થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે શનિવાર અને સોમવાર વચ્ચે દક્ષિણ બ્રિટિશ કોલંબિયામાં મુશળધાર વરસાદ પડ્યો હતો. આ વરસાદ ના કારણે કોલંબિયા ના અમુક નીચાણ વાળા કોર ઉપરાંત પ્રાંતના આંતરિક ભાગમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. જેના કારણે મુખ્ય રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા આ ઉપરાંત પૂરને કારણે ભૂસ્ખલન પણ જોવા મળ્યું હતું, જેના કારણે આવા વિસ્તારો નો સંપર્ક કાપાઇ ગયો હતો.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ના જણાવ્યા અનુસાર, “બ્રિટિશ કોલંબિયામાં મુશળધાર વરસાદને કારણે ભારે પૂર સર્જાયું હતું. આ પૂરના કારણે અને ઘણા લોકો માર્યા ગયા છે.” તેમના જણાવ્યા અનુસાર તેમના દ્વારા આવા પૂર ગ્રસ્ત વિસ્તારોમા કેનેડિયન આર્મ્ડ ફોર્સ સહિત અનેક પ્રકારની મદદ મોકલી રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવનારા પડકારો નો સામનો કરવા માટે પણ તૈયાર રહીશું. ”
તમને જણાવી દઈએ કે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન માં એક મહિલાનું મોત થયું છે. જ્યારે બે લોકો ગુમ છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે સપ્તાહના અંતમાં વધુ વરસાદની આશંકા વ્યક્ત થઈ છે. અને અધિકારીઓ ના મતે હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. બુધવારે, પૂરને કારણે મુખ્ય ધોરીમાર્ગો ડૂબી ગયા પછી ફસાયેલા પર્વતીય સમુદાયો સુધી ખાદ્ય પદાર્થોના પરિવહન માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક અહેવાલ પ્રમાણે તુલામીન શહેરમાં લગભગ 400 લોકો ફસાયેલા છે.