મળો તારક મેહતાના તમામ કલાકારના સંતાનો સાથે, આમાં દયાબેનની દીકરી સ્તુતિ થી લઈને જેઠાલાલની દીકરી નિયતિ પણ છે શામેલ, જુઓ આ તસ્વીરો
મિત્રો આપણે સૌ કોઈ ટેલીવિઝન પર પ્રસારતીથનાર ખુબ લોકોપ્રિય ટીવી શો તારક મેહતાના તમામ કલાકારોના બાળકો વિશે જણાવા જઈ રહ્યા છીએ. આપણે સૌ કોઈ સારી રીતે જણીએ જ છીએ કે છેલ્લા ૧૩ વર્ષથી તારક મેહતાએ દર્શકોને મનોરંજન કરવી રહ્યું છે. આ શોને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે, એટલું જ નહી આ શોના તમામ કીરદારોને પણ લોકો એટલું જ પસંદ કરે છે જેટલું આ શોને કરે છે.
આ શોમાં આવતા તમામ કલાકારોએ પોતાની એક છબીએ તમામ દર્શકોના મનમાં બનાવી લીધી છે. આ શોના તમામ કલાકરોએ આ શોની સાથો સાથ પોતાની અંગત વાતને લીધે પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રેહતા હોય છે, એવામાં આ પોસ્ટના માધ્યમથી આ શોના તમામ કલાકરોના સંતાનો વિશે વિસ્તારમાં જણાવા જઈ રહ્યા છીએ.
તારક મેહતાના જેઠાલાલનો લીડ રોલ ભજવનાર દિલીપ જોશીને એક દીકરી છે જેનું નામ નિયતિ છે, હાલતો નિયતિએ પોતાના લગ્નને લઈને ખુબ ચર્ચામાં આવી રહી છે. વર્તમાન સમયમાં રોજ તેના લગ્નને લઈને નવી નવી સંભાવનાઓ બાંધવામ આવી રહી છે. દિલીપ જોશીએ પોતાની દીકરી નિયતિના લગ્ન ૧૧ ડીસેમ્બર કરાવ્યા હતા, એટલું જ નહી દિલીપ જોશીને એક દીકરો પણ છે જેનું નામ ઋત્વિક છે.
તરાક મેહતાનું બીજું મહત્વનું પાત્ર ભજવનાર દયાબેન ઉર્ફે અભિનેત્રી દિશા વકાનીએ ગયા થોડા સમયમાં આ શોથી દુર રહી હતી, તેના ચાહકો આજે પણ તેણે ફરી વખત આ શોમાં જોવા માંગી રહ્યા છે. દિશા વકાનીએ વર્ષ ૨૦૧૭ માં એક દીકરીને જન્મ આપ્યો હતો જે ૪ વર્ષની થઈ ચુકી છે જેનું નામ સ્તુતિ રાખ્યું છે.
તારક મેહતા શોમાં જેઠાલાલના પિતા એટલે કે બાપુજીનું કિરદારએ અમિત ભટ્ટ અદા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અમિત ભટ્ટ ભલે આ શોમાં વડલી લાગે છે પરંતુ તે વાસ્તવિક જીવનમાં જેઠાલાલ કરતા પણ ઓછી ઉમરના છે. તેઓને બે દીકરા છે જેમાં એકનું નામ દેવ ભટ્ટ અને બીજાનું દીપ ભટ્ટ છે. જાણકારી અનુસાર અમિત ભટ્ટના આ જુડવા દિકરાએ શોમાં પણ એક વાર આવી ચુક્યા છે.
તારક મેહતા શોના મુખ્ય પાત્ર જેઠાલાલના પરમ મિત્ર તારક મેહતા તરીકેનું પાત્રએ શૈલેશ લોઢા સંભાળે છે, મિત્રો તમને જણાવી દઈએ કે શૈલેશ લોઢાએ એક દીકરીના પિતા છે જેનું નામ સ્વરા છે. સ્વરાએ અભ્યાસ કરવાનો ખુબ શોખ ધરાવે છે અને મીડિયા રીપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે સ્વરાંએ જાતે એક બુક પણ લખેલ છે.
આ શોના પત્રકાર પોપટલાલને કોણ નહી ઓળખતું હોય. સીરીયલમાં તો પત્રકાર પોપટલાલએ અપરણિત રહે છે પરંતુ તેનું વાસ્તવિક જીવન કઈક અલગ જ છે. પોપટલાલનું વાસ્તવિક નામએ શ્યામ પાઠક છે અને તેઓ પરણિત છે. તેણે વશ ૨૦૦૩ માં રેશમી પાઠક સાથે લગ્ન સબંધમાં જોડાયા હતા. શ્યામ પાઠકને બે દીકરા અને એક દીકરી છે જેના નામ પાર્થ,શિવમ અને નિયતિ છે.