મહિલાએ તેના સૂતેલા પતિને મારી નાખ્યો અને પોતે પણ ભર્યું એવું પગલું જે જાણી તમે પણ….

મિત્રો આપણે અનેક મોત અંગેની ઘટનાઓ જોતાં અને જાણતા હોઈએ છીએ આવી મોટા ભાગની મોત પાછળ નું મુખ્ય કારણ જૂની દુશમનાવટ હોઈ છે જેને કારણે લોકો એક બીજા નો જીવ લેતા પણ અચકાતા નથી.

આમતો પતિ અને પત્ની એક બીજા ના હમસફર મનાય છે ગમ્મે તેવી પરિસ્થિમા તેઓ એક બીજાનો સાથ આપવાનું વચન આપે છે પરંતુ હાલના સમય માં એવા અનેક લોકો છે જેણે આ પવિત્ર સંબંધ ને બગાડી નાખ્યો છે.

આપડે અહીં એક એવાજ કિસ્સા વિશે વાત કરવાની છે કે જ્યાં એક પત્નીએ પહેલા પોતાના સૂતેલા પતિની હત્યા કરી અને ત્યાર બાદ પોતે પણ ગળાફાસો ખાઈ ને આત્મહત્યા કરી હતી. તો ચાલો આ બનાવ અંગે વધુ માહિતી મેળવીએ.

મળતી માહિતી અનુસાર આ ઘટના ઉધમસિંહનગર જિલ્લાના રૂદ્રપુરની છે અહિ એક મહિલાએ તેના સૂતેલા પતિને ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. આ હત્યા બાદ તે નીચેના રૂમમાં ગઈ અને તેણે પણ ગળા ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના ની માહિતી પોલીસ ને મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે આ બંને ની બોડી નો પંચનામા કર્યા બાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામીયો છે.

આ ઘટના રૂદ્રપુરના રામપુરા વોર્ડ નંબર 22 ગુરુદ્વારા વાળી ગલીમાં રહેતા 33 વર્ષીય સુનીલ દિવાકર અને તેની 28 વર્ષીય પત્ની ગીતા દિવાકર ની છે. પોલીસના જણાવ્યા અનુસાર મંગળવારે રાત્રે પતિ -પત્ની વચ્ચે કોઈ મુદ્દે વિવાદ સર્જાયો હતો. અને લાંબી દલીલ બાદ પતિ સુનીલ દિવાકર અગાસી પર જઇને સૂઈ ગયા. ત્યારે મોડી રાત્રે પત્ની ગીતાએ તેના પતિ સુનિલ દિવાકર પર તીક્ષ્ણ હથિયારથી ઘા કરી તેની હત્યા કરી હતી.

પતિને માર્યા પછી ગીતા નીચે રૂમમાં ગઈ અને પંખા સાથે ગળા ફાંસો લગાવીને પોતે પણ આત્મહત્યા કરી હતી. ઘટના બાદ આસ પાસ ના લોકોમાં હડકમપ મચી ગયો. આ અકસ્માત અંગે માહિતી મળતાં જ કોટવાલ વિક્રમ રાઠોડ પોલીસ ટીમ સાથે પહોંચી ગયા હતા અને ઘટના અંગે પૂછપરછ શરૂ કરી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *