મહીલા ગાર્ડે એક ઈસમ ને માર માર્યો સુરત ની ઘટના
રાજ્યમાં મહિલાઓએ રણચંડી બનીને રોમિયોની જાહેરમાં માર માર્યો હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે.ત્યારે સુરતમાં એક આવી જ ઘટના સામે આવી છે કે જેમાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ગાર્ડે રણચંડી બનીને એક ચોરને સ્મીમેર હોસ્પિટલમાં માર માર્યો હોવાની ઘટના સામે આવી છે આ ઘટના વીડિયો અને ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
રિપોર્ટ અનુસાર સુરતની સિવિલ અથવા તો સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓના મોબાઈલ ચોરાયા હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતી એક મહિલા ગાર્ડે એક વ્યક્તિને ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. મહિલા ગાર્ડે આ ઈસમને હોસ્પિટલના કેમ્પસમાં જ ઢોર માર માર્યો હતો અને મહિલા ગાર્ડ એટલી ઉશ્કેરાઇ ગઇ હતી કે તેની આસપાસ રહેલા લોકો પણ મહિલા ગાર્ડથી ડરવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હોસ્પિટલમાં મહિલા ગાર્ડ રણચંડી બનીને તેમને માર મારતી જોવા મળી હતી.
હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ગાર્ડનનો આરોપ છે કે તેણે તમને જેને માર માર્યો છે તે ઈસમ મોબાઈલ ચોર છે અને એટલા માટે જ તેને ખેંચીને જાહેરમાં તમાચા વાળી કરી હતી. હોસ્પિટલમાં આ પ્રકારે મારામારી થઈ હતી છતાં પણ મહિલા ગાર્ડે સ્મીમેર હોસ્પિટલની પોલીસ ચોકીમાં આ ચોરને પોલીસને સોંપવાની જગ્યાએ ચોરને માર માર્યો તેને લઇને પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે જોવાનું એ રહે છે કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સુરતની સિવિલ હોસ્પિટલમાંથી લોકોએ બે મોબાઇલ ચોરને પકડી પાડયા હતા.જેમાંથી એક મોબાઇલ ચોર સિવિલના કેમ્પસમાં આવેલી ચા નાસ્તાની લારી પર ઊભો રહેતો હતો અને તે દારૂના નશામાં અન્ય લોકો સાથે ઝઘડા પણ કરતો હતો જેથી લોકોએ આ બંને ઈસમોને પકડીને માર માર્યો હતો અને ત્યારબાદ તેને પોલીસના હવાલે કર્યા હતા લોકોના હાથે પકડાયેલા મોબાઈલ ચોર સિવિલ હોસ્પિટલના ગેટની બહાર દારૂના નશામાં કુસ્તી કરતા હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.