Gujarat

મામા દેવ ની આજે તમારા પર કેટલી કૃપા છે ? જોવો આજનુ રાશી ફળ…

Spread the love

મેષ રાશિફળ: આજનો દિવસ મુશ્કેલીભર્યો રહી શકે છે અને દુશ્મન તમારા વિરુદ્ધ કાવતરું કરવામાં સફળ બની શકે છે. બિનજરુરી ચિંતાઓથી મન વિચલિત રહેશે. નવી ઉપલબ્ધિઓ આકરી મહેનતથી મળશે. સામાજિક જવાબદારીમાં વધારો થશે. કોઇ અજાણી વ્યક્તિ સાથે લેવડ-દેવડ ના કરશો. આજે ઉન્નતિને લગતા શુભ સમાચાર મળી શકે છે.

વૃષભ રાશિફળ: આજનો દિવસ શુભ છે અને ગોચરના શુભ પ્રભાવથી સફળતા મળશે. જવાબદારીને પૂરા મનથી નિભાવશો અને તમારા નસીબમાં પણ વધારો થશે. વાહન, જમીન ખરીદવા, સ્થળાતંરનો સુખદ સંજોગ પણ બની શકે છે. સુખ સગવડોને લઇને કોઇ વસ્તુની ખરીદી કરી શકો છો. આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. આજના દિવસની શરુઆતમાં નાના મોટા લાભ મળી શકે છે.

મિથુન રાશિફળ: આજે તમે તમારા કામમાં મન લગાવી કામ કરશો અને તેનો લાભ પણ જલ્દીથી જોઇ શકશો. સ્વજનો પાસેથી સુખ મળશે અને પારિવારિક મંગળ કાર્યોથી ખુશી મળશે. રચનાત્મક કાર્યોમાં મન લાગશે. પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે ગુસ્સા પર અંકુશ રાખજો. આજે આપનો દિવસ લાભદાયક નીવડી શકે છે પરંતુ ગુસ્સા પર અંકુશ જાળવી રાખજો. મોટા અધિકારીઓ સાથે મતભેદ નુકસાનકારક રહેશે. તમારા બનાવેલા નવા સંબંધો આ સમયે કામ આવશે.

કર્ક રાશિફળ: આજનો દિવસ તમારા માટે અનૂકુળ છે. આજે તમે તમારામાં જ મસ્ત રહેશો. કોઇપણ વિરોધીની ટીકા તરફ ધ્યાન ના આપતાં તમે કામમાં વ્યસ્ત રહેશો. આગળ ચાલીને સફળતા મળશે. તમે સામાજિક સંબંધો વધારવામાં સફળ થશો. પરિવારમાં પણ એક્તા રહેશે અને બધા લોકો એકબીજા સાથે રહેશે. આજે આપના માટે સંભાળીને ચાલવાનો દિવસ છે. આજે કામ પર ઉપરી અધિકારીઓ સાથે મતભેદો થઇ શકે છે.

સિંહ રાશિફળ: આજનો આપનો દિવસ કંઇક ખાસ કરવાના વિચારોમાં પસાર થશે. અધિકારીઓ સાથે સુમેળભર્યા સંબંધો રહેશે અને એમના સહયોગથી નવા પ્રોજેક્ટ શરુ કરી શકો છો. કોઇ સરકારી સંસ્થા તરફથી લાંબાગાળે લાભના યોગ આજે બનશે. નિરાશાજનક વિચારોથી દૂર રહો. આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેશે અને જો તમે વ્યાપારી છે તો આજે બિનજરુરી વધારે પડતો પરિશ્રમ કરવો પડી શકે છે.

કન્યા રાશિફળ: જો તમે સરકારી નોકરીમાં છો તો ઉપરી અધિકારીઓના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. સંધ્યાકાળે સામાજિક કાર્યોમાં આજે મોટો લાભ મળી શકે છે. વાહન કે ઘરની દેખરેખને લગતા કાર્યોમાં ખર્ચ થશે જેના કારણે બજેટ ખરાબ થઈ શકે છે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ સાચવો તેના ચોરી થવા કે ખોવાઈ જવાની શક્યતા છે.કામકાજમાં નવી સફળતા તમારી રાહ જોઈ રહી છે. આજે તમારા મનમાં પોતાને લઇને ઉચાટ રહ્યા કરે. તમે તમારા પદ અને અધિકારોને લઇને તણાવમાં રહી શકો છો.

તુલા રાશિફળ: આજે આપનો દિવસ વિશેષ લાભદાયી નીવડશે અને રોકાયેલું ધન આશ્રર્યજનક રીતે પ્રાપ્ત થશે. આનાથી આજે તમારો વિશ્વાસ, ધર્મ અને આધ્યાત્મમાં વધારો થશે. રોજિંદા કામોમાં આળસ ના કરશો. નવા સંબંધોથી લાભ થશે અને નસીબ પણ સાથ આપશે.

વૃશ્ચિક રાશિફળ: તમને એવુ લાગશે કે લાયક હોવા છતાં તમે એ મેળવી નથી શકતા. દૂર કે નજીકની મુસાફરીમાં અડચણ આવી શકે છે. જો થાય એ સારા માટે જ થાય છે. કામના વિસ્તારને લગતા વિચાર કરવામાં આવી શકે છે. સાથે જ જે પ્રોપર્ટી તમારે બનાવી છે તેને લગતા પગલા પણ આજે તમારા દ્વારા લેવામાં આવી શકે છે. તમારી અપેક્ષાએ તમને લોન મળી શકશે નહીં.

ધન રાશિફળ: નોકરી, વ્યવસાય સાથે સંકળાયેલા મુદ્દાઓનું ઉકેલ આવશે. આજે મોટો ઓર્ડર મળવાથી તમારો ધંધો ફરી એકવાર પાટે ચડી શકે છે. આપનો આખો દિવસ સારો વિતશે અને ભાગ્ય સાથ આપશે. ઘરના વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે. સામાજિક ગતિવિધિઓમાં કાર્ય કરતી સમયે થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકોના કારણે બદનામી કે ગેરસમજ ઊભી થઈ શકે છે. લગ્નજીવનમાં સરળતા બની રહેશે અને જીવનસાથી સાથે સુમેળભર્યા સંબંધો રહેશે.

મકર રાશિફળ: સમાજમાં તમને સન્માન મળશે. મિત્રો સાથે લાંબી મુસાફરી પર જવાનું થઇ શકે છે. થોડી ઘટનાઓ તમારા મન વિરૂદ્ધ કેમ થઈ રહી હતી આ વાતનું કારણ સમજાઈ જશે. જેના કારણે પરિસ્થિતિ તરફ સમજોતો કરવાની તૈયારી તમારી જોવા મળી શકે છે. હાલ માનસિક રૂપથી કષ્ટ ભોગવવું પડી શકે છે.

કુંભ રાશિફળ: જોખમ ખેડવાની વૃત્તિથી દુશ્મનોનું મનોબળ તૂટશે. પરિવારમાં સુખ-શાંતિ તમારા માટે પહેલી પ્રાથમિકતા છે. તમે કામકાજ અને પરિવારમાં સારો તાલમેલ જાળવી રાખશો. બાળકોના અભ્યાસ તથા એડમિશનને લગતા કાર્યોમાં ખાસ વ્યસ્ત રહી શકો છો. પરિવારમાં સુખ-શાંતિ અને સુખમય વાતાવરણ રહેશે. ઘરની દેખરેખ તથા સજાવટને લગતા કાર્યોમાં પરિજનો સાથે મળીને શોપિંગમાં પણ સમય પસાર થશે. પ્રોફેશનલ સ્ટડી માટે કોશિશ કરી રહેલાં વિદ્યાર્થીઓને સફળતા મળશે.

મીન રાશિફળ: ધાર્મિક અને અધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઈ ખાસ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. આજે આપનો દિવસ મિશ્રણભર્યો રહેશે. વ્યાપાર સંબંધી મુદ્દાઓ તમને લાભકારી પરિણામ આપશે. આજનો દિવસ સંતાન સાથે સંકળાયેલી સમસ્યાઓ ઉકેલવામાં પસાર થઇ શકે છે. કોઇ સ્પર્ધામાં તમે સફળ થશો. કોઇ ખાસ ઉપલબ્ધિ મેળવતાં તમારું મન પ્રસન્ન રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *