India

મિત્રો ભારત મા 1947 મા મોંઘવારી કેટલી હતી, જાણો શુ ભાવ હતો બધી વસ્તુઓનો…

Spread the love

એક સમયે આપણો ભારત દેશ બ્રિટીશ નો ગુલામ હતો. લોકો બ્રિટિશ ની ગુલામીથી કંટાળી ગયા હતા. દરેક ઘરના બાળકો દેશને આઝાદ બનાવવા માંગતા હતા. ઘણા સેનાનીઓએ આઝાદીની લડાઈમાં પોતાનું જીવન પણ ગુમાવી દીધું હતું. તેમાં ગાંધી બાપુ, ભગતસિંહ, સુખદેવ સિંહ, લાલા લજપત રાય વગેરે નો સમાવેશ થાય છે. જેના નામો ઇતિહાસ માં સોનેરી પત્રોમાં લખાયા છે આખરે ભારત 1947 માં આઝાદ થયું. ભારત આજે આઝાદ થઈ ગયું છે અને આ બદલાતા સમય સાથે બધી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે.

સ્વાતંત્ર્ય સમયે ભારત માં કેટલો ફુગાવો હતો એની આપણે કલ્પના પણ ના કરી શકીએ. આ બદલાતા સમય ની સાથે રીતી રીવાજ અને બધી જ વસ્તુ માં બદલાવ આવ્યો છે. પરંતુ આપણી યાદો સમય ની સાથે ક્યારેય બદલાતી નથી. જે હમેશા આપણી સાથે રહે છે આજે આપણા દેશ ને આજાદ થયાના 7૦ વર્ષો થઈ ગયા છે. આ 7૦ વર્ષો માં આખો દેશ બદલાઈ ગયો છે. આજે ૧૯૪૭ ના ઓગસ્ટ મહિના વિષે આપણે જાણીશું. એ સમયે કઈ વસ્તુ નો ભાવ કેટલો હતો.

ભારત આઝાદ થયું ત્યારે વસ્તુ ની શું કિંમતો હતી.આજ ના સમય માં બાસમતી ચોખા મોંઘા છે તે આઝાદી ના સમય માં ૬૫ પૈસા પ્રતિ કિલો ના ભાવે અને ઘઉં ૨૬ પૈસા પ્રતિ કિલો ના ભાવે મળતા હતા.આજે સાકર ૪0 રૂપિયા પ્રતિ કિલોએ મળે છે.જયારે એ સમયે એ ૫૭ પૈસા પ્રતિ કિલો ના ભાવે મળતી હતી.

મિત્રો ૧૯૪૭ ના દાયકમાં ડિસલ ના ભાવ 35 પૈસા હતા. ૧૯૪૭ માં વાહનો નો ઉપયોગ વધુ કરવામાં આવતો નહોતો.એટલા માટે એ સમય ની મુંબઈ ની વિક્ટોરિયા નામ ની ઘોડે સવારી ખુબજ પ્રખ્યાત હતી. આ ઘોડેસવારી માટે વ્યક્તિ ને ૧.૫ કિલોમીટર જવું હોય તો તેનો એક આનો જ આપવો પડતો હતો.

૧૯૪૭ માં અમદાવાદ થી મુંબઈ પ્લેનમાંજવા માટે ની ટિકિટ 18 રૂપિયા હતી. એ સમયે ચોપડીઓ નું મુલ્ય ફક્ત ૧.૫ રૂપિયા હતું. આજ ના સમય માં ફિલ્મો ની ટીકીટો ૫૦૦ સુધી ની મળે છે તે 40 પૈસા થી ૮ આના સુધીની મળી જતી હતી.આપણને ૧૯૪૭ ના ભાવો સામાન્ય લાગી રહ્યા છે પણ એ સમય માં લોકો ની માસિક આવક ૧૫૦ રૂપિયાથી વધારે ન હતી.

જો કે એ સમયે આટલી ઓછી આવક માં પણ ઘર ખર્ચો આસાની થી નીકળી જતો હતો. જયારે આપણે તેને આજના સમય સાથે સરખાવીએ તો વ્યક્તિ દર મહીને હજારો રૂપિયા કમાઈ લે છે. પણ આજે માણસો જેમ વધુ કમાણી કરે છે તેમ આજે ખર્ચા પણ ખુબજ વધી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *