Entertainment

યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીએ કર્યો એવો ડાન્સ કે આ જોઇને લોકો નોરા ફતેહને પણ ભૂલી જશે, જુઓ આ વાયરલ વિડીયો

Spread the love

ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલએ પોતાની બોલિંગથી દેશનો બાળક બાળક તેને ઓળખે છે. તમને જણાવી દઈએ કે દુબઈમાં રમાયેલ ટી-૨૦ વર્લ્ડ કપમાં ચહલને સ્થાન પ્રાપ્ત થયું ન હતું, આથી આ બાબતને લઈને ચહલના ચાહકો દ્વારા ખુબ ચર્ચાઓ કરવામાં આવી હતી. એટલું જ નહી આ બાબતને લઈને ચહલએ પણ ખુબ નિરાશા વ્યક્ત કરી હતી. વર્લ્ડ કપ માટેની ટીમ ચહલના સ્થાને વરુણ ચક્રવર્તીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

હાલ આ ક્રિકેટર સોશિયલ મીડિયા પર ખુબ છવાયેલ રહે છે જેનું કારણ તેની પત્ની ધનશ્રી વર્મા છે. ધનશ્રી વિશે તો આપ સૌ કોઈ પરિચિત હશો જ તે ધનશ્રીએ પોતાના ડાન્સના વિડીયોએ સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. આ ધનશ્રી દ્વારા શેર કરવામાં આવેલ તમામ વિડીયોએ તેના ચાહકો ખુબ પસંદ કરે છે અને તે વિડીયો પર ખુબ પ્રેમ બતાવે છે. આજે આ લેખના માધ્યમથી ધનશ્રીના એક વાયરલ ડાન્સ વિડીયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

ધનશ્રીએ હાલ થોડા સમય પેહલા જ એક વિડીયોએ સોશિયલ મીડયા પર શેર કર્યો હતો જેમાં તેનું એક ખુબ અલગ રૂપ જોવા મળ્યું છે. આ અભિનેત્રીએ નોરા ફતેહના એફ્રો સ્ટાઈલને રીક્રીએટ કર્યું હતું જે જોઇને કોઈ પણ વ્યક્તિ ધનશ્રીનું ફેન બની જાય છે. આ વિડીયો શેર કરતા ધનશ્રી કેપ્શનમાં જણાવે છે કે ‘વર્ષનો છેલ્લો દિવસ..જેવું ગીતમાં કેહવામાં આવ્યું છે…હું આશા રાખું છે આપણે સૌ આવનાર વર્ષમાં ૨૦૨૨માં પણ આવી જ રીતે ખુશી થી નાચતા રહીએ…તમને સૌને મારા તરફથી પ્રેમ.’

આ વિડીયોમાં ધનશ્રીએ લિલ્લા રંગનો મેચિંગ કો-ઓર્ડે સેટ પેહર્યો છે, અને પોતાના લાંબા ઘેરા વાળ સાથે મુવ્સ કરતી જોવા મળે છે. આ વિડીયોએ તમામ ચાહકોને ચોકાવી દીધા હતા કારણ કે ધનશ્રીએ નોરા ફતેહ કરતા પણ સારો ડાન્સ કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ વિડીયો પર ૪.૫ લાખ વ્યુવ્સ મળી ગયા છે અને લાખો લોકોએ આ વિડીયોને લાઈક કરી છે. જેમાં અમુક યુઝરોએ કમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયાઓ પણ રજુ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *