યુવક સાથે બ્રેકઅપ કરવા માંગતી યુવતીને પોતાનો જીવ ગુમવ્વો પડ્યો પ્રેમી આરોપિએ ફિલ્મી અંદાજ માં યુવતિ ની કરી હત્યા અને તેના મૃતદેહ ને…..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા સૌ માટે મનોરંજન ઘણું જ મહત્વનુ છે. અને ફિલ્મ જગત નો ઉપયોગ આપણા મનોરંજન ના એક સાધન તરીકે કરવામાં આવે છે. અહીંની ફિલ્મો લોકોને ફક્ત મનોરંજન આપવા માટે જ હોઈ છે. પરંતુ ઘણી વખત ફિલ્મ જોવા વાળા લોકો ફિલ્મ ના અમુક દ્રસ્યો કોપી કરવા અવનવા કારનામા કરતા હોઈ છે.
આમ તો ફિલ્મ જગત ને લગતું સેન્સર બોર્ડ ફિલ્મમા બતાવવામાં આવતા અમુક ગેરવ્યાજબી શિનને ફિલ્મ માંથી કઢાવી નાખે છે કે જેના કારણે લોકોના મન પર તેની વિપરિત અસર ના પડે પરંતુ અમુક એવા શિન પણ હોઈ છે જેને જોયા બાદ લોકોના મનમાં ધ્રુણા વધે છે. અને તેના પર લોકોને મરવા અને મારવા માટેના વિચારો હાવી થઈ જાય છે.
આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે કે જ્યાં એક યુવકે એક યુવતિ ની ફિલ્મી અંદાજ માં મૃત્યુ કરી છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલ અમુક લોકોના સ્વાભાવ ઘણા વિચિત્ર થઈ ગયા છે. આપણે સૌ જાણીએ છિએ કે માનવ જીવન કેટલું મહત્વ નું હોઈ છે. પરંતુ અમુક લોકોને માનવ જીવન ની કોઈ કદર હોતી નથી. જેની પાછળ નું કારણ હાલ સમજ માં વધી રહેલ મોત ના મામલા છે.
હાલ લોકો એક બીજા ના જીવ લેતા પણ ખચકાતા નથી. જોકે આવા લોકોને પોલોસ ટીમ ઘણી બરાબર નું સજા આપે છે. આપણે અહીં એક એવા બનાવ વિશે વાત કરવાની છે કે જ્યાં એક યુવતિ ની ઇચ્છા પોતાના પ્રેમી સાથે બ્રેકઅપ કરવાની હતી. પરંતુ આ વાત તે પ્રેમી ને ગમી નહીં અને તેણે યુવતિ ની હત્યા કરી નાખી. આ દુઃખદ બનાવ અંગેની વિગતો નીચે મુજબ છે.
મળતી માહિતી અનુસાર એક યુવતિ નો મૃતદેહ ભાણપુર વડલાવાળા જંગલમાંથી મળી આવ્યો હતો. આ ઘટના બાદ લોકો માં શોક ની લાગણી જોવા મળી હતી. જો કે પોલીસ દ્વારા થોડા જ સમય માં આરોપીને પકડીને સંજેલી કોર્ટમાં રજૂ કરવા માં આવ્યો હતો. પુરાવા તરીકે પોલીસ ટીમને આરોપી પાસેથી ચપ્પુ અને બાઈક જેકેટ ઉપરાંત કપડાં અને ચપ્પલ સહિતની વસ્તુઓ મળી આવી હતી.
જે બાદ આ ગુનેગાર ને જેલ થઈ હતી. જો વાત વિગતવાર કરીએ તો અહીં એક યુવતી ની લાશ અંગે માહિતી મળતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. મૃત્યુ પામેલ યુવતી ની ઓળખ કૃતિકા બરંડાના અને અપરાધી યુવક ની ઓળખ મેહુલ પરમાર તરીકે થઈ હતી. કૃતિકા ના પરિવાર થી માલુમ પડ્યું કે આ બંને વચ્ચે પ્રેમ સંબંધો હતા.
પરંતુ હવે કૃતિકા, મેહુલ સાથે બ્રેકઅપ કરવા ઇછતી હતી જે વાત મેહુલ ને પસંદ ના પડતાં તેને પોતાના બે મિત્રો સાથે મળીને કૃતિકા ની સાઉથની એક ફિલ્મ ‘RX100’ ની જેમ દાહોદ સાત બંગલા નજીક યુવતિનિ હત્યા કરી હતી. જે બાદ અપરાધી એ યુવતીને તેના એક્ટિવા પર જ જેકેટ પહેરાવી અને સંજેલી તાલુકાના ભાણપુર જંગલમાં લઇ જઈ ને આગ ને હવાલે કરી હતી.
આ ઘટના બાદ પોલીસ ને હત્યામાં વપરાયેલ ચપ્પુ સાત બંગલા તળાવમાંથી મળી આવ્યું હતું આ ઉપરાંત તેમને લાલ અને પીળા રંગનુ લોહીના ડાઘવાળા બે જેકેટ અને હજારી ફાર્મ દાહોદ ખાતેથી કપડાં અને ચપ્પલો મળ્યા હતાં. જ્યારે ફોનની શોધખોળ હજી શરૂ છે.