રમતમાં ને રમત માં નાના બાળકે સાપને મોઢામાં નાખી દીધો અને પછી તે ચોંકાવનારું છે માતા અને પિતા…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ સમગ્ર પૃથ્વી પર માણસ એકલો રહેતો નથી પરંતુ માનવ સાથે અનેક નાના મોટા જીવ જંતુઓ ઉપરાંત અનેક પ્રાણીઓ પણ જોવા મળે છે. આવા જીવ જંતુઓ અને પ્રાણીઓ પૈકી અમુક એવા જીવો હોઈ છે કે જેને પાળી શકાય છે જયારે અમુક ઘણાજ ઝહેરીલા અને ખતરનાક હોઈ છે. જો વાત ઝેરીલા પ્રાણીઓ અંગે કરીએ તો મગજ માં સૌથી પહેલી તસ્વીર સાપની જ આવે છે આપણે સૌ જાણીએ છીએ કે સાપ કેટલો ઝેરીલો હોઈ છે.
લોકોમાં સાપનો ડર પણ વ્યાપક પ્રમાણમાં છે સાપના ડર ના કારણે જો કોઈ વાર સાપ આસ પાસ દેખાઈ તો લોકોમાં ભગદોડ મચી જાય છે સૌ કોઈ પોતાનો જીવ બચાવવા માટે આમથી તેમ દોડવા લાગે છે. પરંતુ આપણે આજે એક એવા બનાવ અંગે માહિતી મેળવશુ કે જ્યાં એક નાના બાળકે રમતમાં ને રમતમાં સાપના બચ્ચાંને પકડી લીધો અને તેને પોતાના મોઢામાં પણ નાખી દીધો અને પછી જે થયું તે ચોંકાવનારું છે. તો ચાલો આપણે આ સમગ્ર ઘટના અંગે માહિતી મેળવીએ.
મિત્રો આ ઘટના બરેલી જિલ્લાના પશ્ચિમ ના ફતેગંજના ભોલાપુર ગામનો છે. જો ઘટના અંગે વધુ વાત કરીએ તો અહીં રહેતી દંપતી ધરમપાલ અને સોમવતી ને એક બાળક છે કે જેનું નામ દેવેન્દ્ર છે. એક દિવસ સવારના સમયે પિતા ધરમપાલ પોતાનું કંઈક કામ કરી રહ્યાં હતા અને માતા સોમવતી રસોઈ બનાવી રહ્યા હતા. તેમનો એક વર્ષ નો પુત્ર દેવેન્દ્ર રમતો હતો. તે સમયે તેની પાસે એક સાપનું બચ્ચું આવ્યું જેને જોતા જ દેવેન્દ્રએ આ સપના બચ્ચાંને પકડી લીધો અને તેની સાથે રમત કરવા લાગ્યો. રમતમાં ને રમતમાં તેણે આ સપના બચ્ચાંને પોતાના મોઢમાં દબાવી લીધો.
તેની આવી રમતના કારણે સાપ તેના મોઢમાં જવા લાગ્યો. ત્યારે તેની માતા સોમવતી ની નજર દેવેન્દ્ર પર પડી અને તેણે તરતજ દેવેન્દ્ર ના મોઢામાંથી સાપની પૂંછડી પકડીને મોઢાની બહાર કાઢ્યો. જોકે બાળકના મોઢમાં ગુંગળાઈને આ સાપ મૃત્યુ પામ્યો હતો, પછી માતા પિતા પરીજનો સાથે દેવેન્દ્ર અને આ સાપને લઇ ને દવા ખાને પહોંચ્યા અને દેવેન્દ્ર ને અહીં દાખલ કર્યો. જોકે ડૉક્ટર ના જણાવ્યા અનુસાર હાલ દેવેન્દ્ર ની હાલત સારી છે અને તે ખતરાથી બહાર છે. જયારે મૃત્યુ પામેલા સાપને પરીવારના લોકો દ્વારા જંગલ માં દાટી દેવાયો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!