રાજકોટ : નદી મા નહાવા ગયેલા 4 મીત્રો માથી 2 મીત્રો એ જીવન ટુંકાવ્યું…..

રાજકોટના લોધિકા નજીક વાગુદડ નદીમાં આજે 4 મિત્રો ન્હાવા માટે પડ્યા હતા. જોકે પાણી ઊંડુ હોવાને કારણે ચારેય ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી. જેમાં બેનો બચાવ થયો હતો. જ્યારે બે મિત્રો ડૂબી જતા મોત થતા તેમના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક બંને મિત્રો મેટોડા રહેતા હતા મૂળ મધ્યપ્રદેશના અને મેટોડામાં રહી કામ કરતા 4 મિત્રો આજે વાગુદડ નદીમાં ન્હાવા પડ્યા હતા. જોકે, કૃણાલ પંડ્યા (ઉં.વ.17) અને મૂળ બિહારના અમન ગુપ્તા (ઉં.વ.12)નું ડૂબી જવાને કારણે મોત નીપજ્યું હતું. પોલીસે ફાયર વિભાગની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા જ સાથે કામ કરતા લોકો અને પરિવારજનો દોડી આવ્યા હતા અને કલ્પાંત કર્યો હતો.

ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટ્યા. અગાઉ ચેકડેમમાં 3 યુવતીના ડૂબી જતા મોત થયા હતા એક મહિના પહેલા રાજકોટના કાંગશીયાળી ગામમાં આવેલા ચેકડેમમાં કુલ પાંચ લોકો પડ્યા હતા. જેમાં કોમલબેન ચનાભાઈ, સોનલબેન કાળુભાઈ અને મિઢુરબેનના મોત થયા હતા. શાપર વેરાવળની નજીક આવેલા ઢોલરા-કાંગશીયાળી વચ્ચે આવેલા ચેકડેમમાં ન્હાવા ગયા હતા. પોલીસ અને ફાયરબ્રિગેડની મદદથી ત્રણેયના મૃતદેહ બહાર કઢાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.