રાજકોટ ના એક ગંભીર અકસ્માત મા ભાવી દંપતી નુ મોત થયુ. ટુંક સમય મા જ લગ્ન કરવાના હતા.

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક એક અકસ્માત થયું છે. આ અકસ્માત ની ઘટના વાંચીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. મળતી માહિતી અનુસાર પોરબંદર તરફથી આવતી એક ઇકો કાર અચાનક ટાયર ફાટ્યું હતું અને અકસ્માત સર્જાયો હતો.

ઇકો કારમાં પાંચ લોકો મુસાફરી કરતા હતા. ઇકો કારનો એક સાઇડનો ભાગ ભાંગીને ભૂકો થઇ ગયો હતો. આ અકસ્માતમાં ઇકો કાર માટે 5 લોકોમાંથી એક ભાવિ દંપતી નું મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર જેના નામ પણ સામે આવ્યા છે. જેમાં ગીતાબેન કમલેશભાઈ નિમાવત અને અર્જુનભાઈ કૈલાશભાઈ નિરંજની નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

તહેવાર હોવાના કારણે દંપતી ફરવા નીકળ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બે લોકોની હાલત વધુ ગંભીર હોવાને કારણે તેને રાજકોટ ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતા તાત્કાલીક 108 પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ ઉપરાંત હાઇવે પેટ્રોલિંગ ટીમ અને મેડિકલ સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. આ અકસ્માતની મૃત્યુ પામેલા લોકોના પરિવારને જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *