Gujarat

રાજકોટ માં બેફામ કાર ચલાવનારઓ એ બે વ્યક્તિઓ ના જીવ લીધા હીટ એન્ડ રન નો કેશ…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.

પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી ઘણી વખત સામેના પક્ષકારની ભુલ ના કારણે અન્ય વાહન ચાલાક ને તેના માઠા પરિણામો ભોગવ્વા પડે છે. જેમાં તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર પર શું વીત્તી હોય. તે આપણે સૌ જાણીએ છીએ કારણ કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોય છે. તેનાથી આપણે સૌ માહિતીગાર છીએ.

જો કે હાલ રાજ્યમાં હિટ એન્ડ રન ના પણ ઘણ જ બનાવો સામે આવ્યા છે. આવા કિસ્સાઓ માં અકસ્માત સર્જનાર વ્યક્તિ પોતે અકસ્માત કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. જોકે મોટા ભાગના આવા કિસ્સાઓ માં કાર ચાલાક ની બેદરકારી અને તેની ગાડી ઝડપી ચલાવ્વાની ખોટી મજા એ અન્ય વ્યક્તિઓ માટે સજા બની જાય છે.

હાલ આવો જ બનાવ રાજકોટ પાસેથી સામે આવ્યો છે અહીં એક નહીં પરંતુ બે હિટ એન્ડ રન ના કેસો જોવા મળ્યા છે. જેમાં બે લોકો ને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. જો વાત આ અક્સ્માતો અંગે વિગતે કરીએ તો તે આ પ્રમાણે છે.

મળતી માહિતી અનુસાર રાજકોટ ના ગોંડલ વિસ્તાર પાસે આવેલ એક હવેલીથી દર્શન કરીને બહાર જઈ રહેલ એક વ્યક્તિને એક ઝડપથી આવતી ગાડીએ ટક્કર મારી હતી. જેના કારણે આ વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ તે વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા હતા કે જ્યાં સારવાર દરમિયાન તે વ્યક્તિ નું મૃત્યુ થયું હતું.

જ્યારે વાત આ અકસ્માત કરનાર ગાડી અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે આ ગાડીનો નંબર GJ-03-LR-3328 છે. અકસ્માત બાદ કાર ચાલાક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

જયારે બીજી હિટ એન્ડ રનની ઘટના ઉદ્યોગ ભારતી પાસે સર્જાઈ હતી અહીં પણ એક તેજ રફ્તાર ગાડીએ બાઇકસવાર વ્યક્તિને અડફેટે લીધો હતો. જેના કારણે આ બાઇક સવારનુ મોત થયું હતું. અકસ્માત બાદ ગાડી ચલાવનાર વ્યક્તિ ગાડી મૂકીને ભાગી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *