રાત્રે ઊંઘ કરી રહેલા બે માસુમ ભૂલકાઓ ને સાપે દંશ દેતા મૃત્યુ થયુ..
મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં માતા પાસે ઉંઘી રહેલા બે માસૂમ ભાઈ-બહેનનું સાપ કરડવાને લીધે મોત નિપડ્યું છે. રાત્રીના સમયે ઊંઘતી વખતે સાંપે બન્નેને ડંખ મારતા બન્ને રડવા લાગ્યા હતા. માતાને લાગ્યું કે બન્ને બાળકો ડરી ગયા છે માટે રડી રહ્યા છે, જેથી માતાએ બન્ને માસૂમને વ્હાલથી પાસે સુવાડ્યાં. પણ થોડી વાર બાદ બાળકોના મોં માંથી ફીણ નિકળવા લાગ્યા તો તેમની તબિયતને લઈ ચિંતા સર્જાવા લાગી.
પરિવાર તથા ગામના લોકો બાળકોને હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે માર્ગમાં જ પહેલા ભાઈએ અંતિમ શ્વાસ લીધા, થોડા સમય બાદ બહેનનું પણ મોત નિપજ્યું. હવે માતા પર આભ તૂટી પડ્યું છે. તે એમ કહીને બેભાન થઈ જાય છે કે મને ખબર ન હતી કે હું મારા બાળકોને હંમેશના માટે સુવાડી રહી હતી.
સોંદર ગામમાં રહેતા કમદ સિંહ બઘેલ, પત્ની લલિતા, 7 વર્ષની દિકરી પિંકી અને 4 વર્ષના દીકરા સંજય સાથે પરિવાર રાત્રે ઘરની છત પર ઉંઘી રહ્યો હતો. રાત્રે લગભગ બે વાગે પિંકી અને સંજયને ઝેરીલા સાંપે ડંખ માર્યો. સાપ કરડતા જ પિંકી બુમ પાડીને જાગી ગઈ અને પીડા અંગે માતાને કહેવા લાગી. તે સમયે દીકરો પણ ઉંઘમાંથી જાગી ગયો અને રડવા લાગ્યો.
માતા લલિતાએ લાગ્યુ કે બાળકો કદાંચ ઉંઘમાંથી જાગી ગયા છે માટે રડી રહ્યા છે. બાળકો ફરી સુઈ જાય તે માટે પ્રયત્ન કરતી રહી. બાળકોના કાકા ભગવાન સિંહના જણાવ્યા પ્રમાણે ડોક્ટરોએ કહ્યું કે બાળકોને બચાવવા હોય તો તાત્કાલિક શિવપુરી લઈ જાઓ.
તે બાળકોને લઈ તાત્કાલિક શિવપુરી લઈ જાઓ. તે બાળકોને લઈ તાત્કાલિક શિવપુરી પહોંચી ગયા. શિવપુરીમાં ડોક્ટરોએ બાળકોની તપાસ કરી. ત્યા સુધીમાં બાળકો અંતિમ શ્વાસ લઈ ચુક્યા હતા. પિંકીના પગ પર સાપ કરડ્યાના નિશાન જોવા મળ્યા હતા.