લગ્નના થોડાજ દિવસોમાં વિકી કૌશલ પર આવી નવી મુસીબત વિકી અને સારા અલી ખાને કર્યું એવું કે કેટરીના…..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બૉલીવુડ ને લોકો કેટલું પસંદ કરે છે. બૉલીવુડ ફિલ્મ અને તેના કલાકારોને પણ લોકો ઘણો પ્રેમ આપે છે. લોકો પોતાના પસંદગીના કલાકારોના જીવનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા માટે પણ સતત પ્રયત્ન કરતા રહે છે. હાલ થોડા સમય પહેલા જ આંખા બૉલીવુડ માં એક જોડી ઘણી ચર્ચા માં હતી આ જોડીનું નામ વિકી કૌશલ અને કેટરીના કેફ છે. આપણે સૌ જાણીએ છીએ કે આ બંને કલાકારોએ હાલમાં જ લગ્ન કરી લીધા છે તેમના લગ્ન ઘણા જ ચર્ચા માં રહિયા છે.

લગ્ન બાદ પણ બંને કલાકારો ના ફોટાઓ એ સોશ્યલ મીડિયા પર ઘણી જ લોકપ્રિયતા મેળવી છે. જો કે હાલમાં ફરી એક વખત વિકી કૌશલ ચર્ચામાં છે. જો કે આજ વખતે કેટરીના કે લગ્નને કારણે તે ચર્ચા માં નથી પરંતુ વિકી કૌશલ અને સારા અલી ખાનની એક બાઈક સવારી લોકોમાં ચર્ચાનું કારણ બનેલી છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો છે. સોશ્યલ મીડિયાના આવા માધ્યમ પર સામાન્ય વ્યક્તિથી લઈને મોટી મોટી હસ્તીઓ પણ જોવા મળે છે. જેમાં ફિલ્મી કલાકારો નો પણ સમાવેશ થાય છે.

આવા સોશ્યલ મીડિયા પર ફિલ્મી કલાકારો પોતાના ફોટા મૂકે છે. અને ફેન્સ પણ આવા કલાકારોના ફોટા ની રાહમાં હોઈ છે. જે પૈકી અમુક ફોટાઓ સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ થતા હોઈ છે. હાલ આવો જ એક ફોટો વિકી કૌશલ અને સારા અલી ખાનનો પણ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થતા આ ફોટામાં જોઈ શકાય છે કે આ બંને કલાકારો એક બાઈક પર સવાર છે અને ઇન્દોર ની ગલીઓ માં ફરી રહ્યા છે. હવે આ તસ્વીર ને કારણે વિકી અને સારા ઉપરાંત લુક્કા છુપી 2 ની આખી ટિમ પર સંકટ આવી ગયું છે. જણાવી દઈએ કે આ તસ્વીર બના કારણે તેમના પર એફઆઈઆર નોંધવામાં આવી છે.

જો વાત આ એફઆઈઆર વિશે કરીએ તો તેનું કારણ એ છે કે વાયરલ થઇ રહેલ ફોટામાં વિકી કૌશલ જે બાઈક ચલાવી રહ્યો છે તેનો નંબર બીજી ગાડી નો છે. આ ઉપરાંત આ ગાડી નંબર ના મૂળ માલિકની પરવાનગી વિના તેમની ગાડીનો નંબર આ બાઇકમાં લગાવવામાં આવ્યો છે. આ બાબત ને લઈને ગાડીની નંબર ના મૂળ મળીએ આરટીઓ ની મદદથી વિકી અને સારા સાથો સાથ લુક્કા છુપી 2 ની આખી ટિમ ઉપર મામલો નોંધ્યો છે.

પોલીસે આ બાબત અંગે ગંભીરતા જાણી મામલાની તાપસ હાથ ધરી છે. જણાવી દઈએ કે હાલ વિકી કૌશલ અને સારા અલી ખાન ફિલ્મ લુક્કા છુપી ના બીજા ભાગ ની શુટીંગ કરી રહ્યા છે. જેમાં આ ગાડી હોવાનું મનાઈ રહ્યું છે. તેવામાં હવે ફિલ્મની આખી ટિમ અને બંને કલાકારો પર થયેલ એફઆઇઆરએ આખી ટિમ માટે મુશ્કેલીઓ વધારી દીધી છે. જણાવી દઈએ કે આ ફિલ્મ લુક્કા છુપી ના પહેલા ભાગમાં કાર્તિક આર્યન અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકા માં હતા આ ફિલ્મ ના સારા દેખવ પછી તેનો બીજો ભાગ વિકી કૌશલ અને સારા અલી ખાન સાથે બનાવવામાં આવી રહ્યો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.