લગ્ન બાદ થયેલ તલાક પછી પણ આ અદાકારાઓ એ બીજા લગ્ન કર્યા નહીં કારણ જાણીને…..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા સમાજ માં લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે. દેશના લગભગ દરેક વ્યક્તિ પોતાની યોગ્ય ઉમરે લગ્ન કરતા જ હોઈ છે. લગ્નના કારણે બે વ્યક્તિ જ નહીં પરંતુ બે પરિવાર પણ એક બીજા સાથે જોડાઇ જાય છે. લગ્ન કરનાર વ્યક્તિ એક બીજા સાથે એક જન્મ નહીં પરંતુ જન્મો જન્મ એક બીજા સાથે રહેવાની ઇચ્છા રાખતા હોઈ છે.

જો કે ઘણી વખત પતિ અને પત્નીએ કરેલ એક બીજાનું આ વચન નિભાવી શકતા નથી. અને લગ્નના થોડા જ સમયમાં તેઓ એક બીજાથી અલગ થઈ જાય છે. આપણે સૌ તેને તલાક તરીકે ઓળખીએ છિએ. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે તલાકને આપણા સમાજમાં કોઈ સ્થાન નથી. જો કોઈ સ્ત્રી પોતાની ખુશી માટે છૂટાછેડા લે તો પણ તેને ખરાબ નજરથી જોવામાં આવે છે. પરંતુ આપણે અહીં એવી આદાકારાઓ વિશે વાત કરવાની છે કે જેમણે સમાજની આ માનસિકતા ને દૂર કરી છે.

આ યાદીમાં સૌથી પહેલું નામ રશ્મિ દેસાઈનું છે. મિત્રો આપણે સૌ તેમનાથી વાકેફ છિએ. અને તેમને પરિચયની જરૂર નથી. જણાવી દઈએ કે રશ્મિ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. રશ્મિએ વર્ષ 2012 માં ટીવી એક્ટર નંદિશ સંધુ સાથે લગ્ન કર્યા હતા. જો વાત તેમના લગ્ન અંગે કરીએ તો તે બંનેની મુલાકાત ટીવી સિરિયલ ઉત્તરણના સેટ પર થઈ હતી.

જે મુલાકાત બાદ બંને ને પ્રેમ થયો. તેમનો આ પ્રેમ ધીરે ધીરે વધતો ગયો અને વાત લગ્ન સુધી પહોંચી ગઈ. જો કે રશ્મિ અને નંદિશના લગ્નને માત્ર બે વર્ષ થયાં હતાં. તે બાદ બંને વચ્ચે ઝઘડો શરૂ થઇ ગયા. બંને વચ્ચે ઝઘડા એટલી હદે વધી ગયા તેઓ વર્ષ 2014માં અલગ રહેવા લાગ્યા. જે બાદ તેમણે વર્ષ 2015માં છૂટાછેડા માટે અરજી કરી. જો કે આ બનાવ પછી રશ્મિ માનસિક રીતે ભાંગી પડી હતી, પરંતુ પછી તેણે પોતાની જાતને સંભાળી લીધી અને આજે તે જીવનમાં ઘણી આગળ વધી ગઈ છે.

આ યાદીમાં બીજું નામ શ્વેતા તિવારી નું છે આપણે સૌ જાણીએ છિએ કે તેઓ ઘણા લોકપ્રિય છે અને મનોરંજન જગતનું એક મોટું અને જાણીતું નામ છે. જો વાત શ્વેતા તિવારીની એક્ટિંગ કરિયર અંગે કરીએ તો તેઓ આ જગતમાં ઘણા જ સફળ થઈ ગયા છે. પરંતુ તેમનું અંગત જીવન ઘણું જ મુશ્કેલ અને ઉતાર ચઢાવથી ભરેલું હતું. જણાવી દઈએ કે શ્વેતાએ પહેલા લગ્ન 1998માં રાજા ચૌધરી સાથે થયા હતા, જો કે તેમના લગ્નના બાદ થોડા વર્ષ પછી રાજા ચૌધરીએ શ્વેતાને માર મારવાનું શરૂ કરી દીધું હતું. જે બાદ શ્વેતાએ પતિ સાથે છૂટાછેડા લીધા અને અલગ થઈ ગઈ.

આ બનાવ બાદ શ્વેતાના જીવનમાં અભિનવ કોહલીની એન્ટ્રી થઈ છે. જણાવી દઈએ કે અગાઉ અભિનવ અને શ્વેતા સારા મિત્રો હતા. પરંતુ તેમની આ મિત્રતા એકા એક પ્રેમમાં બદલાઈ ગઈ અને જે બાદ બંનેએ પોતાના આ સંબંધ ને આગળ વધારી અને વર્ષ 2016માં લગ્ન કરી લીધા. જો કે અભિનવ સાથે શ્વેતાના લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. અને તેમણે અલગ થવાનો નિર્ણય લીધો હતો. જણાવી દઈએ કે તેઓ ના સત્તાવાર રીતે છૂટાછેડા લેવાના બાકી છે. જો કે હાલમાં શ્વેતા તેની પુત્રી અને પુત્ર સાથે અલગ ઘરમાં રહે છે.

આ યાદીમાં આગળ નું નામ અંજના સિંહ નું છે જણાવી દઈએ કે તેઓ ભોજપુરી ટેલિવિઝન શોનો જાણીતો ચહેરો છે. તેમણે ‘એક ઔર ફૌલાદ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેઓ એક્ટિંગ જગત માં ઘણા સફળ છે પરંતુ તેમનું અંગત જીવન ઘણું મુશ્કેલ ભર્યું હતું. તેમણે પણ અન્ય અદાકારા ની જેમ પ્રેમમાં પડ્યા અને તે બાદ લગ્ન કર્યા અને હવે છૂટાછેડા લીધા પછી ખુશીથી જીવી રહી છે. જણાવી દઈએ કે અંજનાએ ગાયક અને અભિનેતા યશ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા.

આ યાદીમાં આગુળ નું નામ પાખી હેગડે નું છે. જણાવી દઈએ કે તેઓ ભોજપુરી અને મરાઠી ફિલ્મોની જાણીતી સ્ટાર છે, જો વાત તેમના અંગત જીવન અંગે કરીએ તો તેમણે ભોજપુરી સ્ટાર ઉમેશ હેગડે સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્ન બાદ બંનેનો સંબંધ ચાલ્યો નહીં અને બંનેએ છૂટાછેડા લીધા પછી અલગ થવાનું વધુ સારું માન્યું. છૂટાછેડા પછી, પાખીએ ફરીથી લગ્ન ન કરવાનો અને તેની પુત્રીઓ સાથે રહેવાનું નક્કી કર્યું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *