Gujarat

વલસાડ : પાણી ના ડેમ પર ફરજ બજાવતા એક વ્યક્તિ ડુબી જતા મોત નીપજ્યું…….

Spread the love

વલસાડ નગર પાલિકા વોટર વર્ક્સ ખાતે કામ કરતો એક કામદાર ડેમ પાસે માછલાં પકડવા આવેલા લોકોને દુર હડસેલવા જતા કામદારનો પગ પાણીમાં સ્લીપ થતાં કામદારનું નદીના પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. કામદારને પાણીમાં તરત આવડતું ન હોવાથી ડૂબ્યો હોવાનું સાથી કામદારોએ જણાવ્યું હતું.

વલસાડ પાલિકાના વોટર વર્ક્સમાં રોજમદાર તરીકે કામ કરતો સંદીપ ગણપત નાયકા પાલિકાના ડેમ ઉપર ફરજ બજાવવા આવ્યો હતો. ફરજ દરમિયાન પાલિકાના ડેમ ઉપર માછલી પકડવા આવેલા લોકોને હડસેલવા ગયો હતો. જે દરમિયાન સંદીપનો પગ સ્લીપ થતા સંદીપ નદીના પાણીના ડૂબી ગયો હતો.

નદીના કિનારા ઉપર ઉભેલા લોકો અને સાથી કામદારોએ સંદીપને નદીમાં દુબતા જોઈ તેને બચાવવા નદીમાં પાણીમાં પડયા હતા. સંદીપનો પાણીમાં તરતા આવડતું ન હોવાથી સંદીપ પાણીમાં ડૂબી ગયો હતો. સાથી કામદારોએ નદીના પાણીમાંથી સંદીપની લાશને બહાર કાઢવામાં આવી હતી.

ઘટના અંગે 108 અને સીટી પોલીસની ટીમને જાણ થતા તાત્કાલિક પાલિકાના વોટર વર્ક્સ ખાતે પહોંચી પાણીમાં ડૂબેલા સંદીપની લાશનો કબ્જો સીટી પોલીસે મેળવી લાશનું PM કરવી આગળની તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *