વિક્કિ કૌશલ્ય અને કેટરીના કેફ ના લગ્નને લઈને ગુપ્ત માહિતિ ઓ થઈ લીક આ તારીખે થઈ શકે છે લગ્ન….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણું બોલીવુડ લોકો માં ઘણું લોકપ્રિય છે જેની લોકપ્રિયતા દેશ અને વિદેશ માં પણ ફેલાયેલ છે. લોકો બોલીવુડ ની ફિલ્મો ઉપરાંત બોલીવુડ ના કલાકારો ને પણ ઘણા પસંદ કરે છે. જેના કારણે પોતાના ચહિતા કલાકારો ના જીવન અંગે જાણવા માંગતા હોઈ છે.
લોકોની એવી ઇચ્છા રહેલી હોઈ છે કે પોતે જે કલાકારો ને પસંદ કરે છે તે હંમેશા શું કરે છે તેની જાણકારી તેમને રાખવી ગમે છે. તેમાં પણ જો વાત આવા કલાકારો ના લગ્નને લાગતી હોઈ તો લોકોને તેમાં ઘણો રસ હોઈ છે. તેઓ ક્યાં ? ક્યારે ? કેવીરીતે ? અને કેટલા લોકો વચ્ચે લગ્ન કરવાના છે. આ તમામ બાબતો અંગે તેમને જાણવું ગમે છે.
આપણે સૌ જાણીએ છિએ કે હાલ આખા બોલીવુડ માં વિકી કૌશલ અને કેટરીના કેફ ના લગ્ન ઘણા ચર્ચામા છે અને તેને લઈને હાલ ઘણી વિગતો સામે આવી રહી છે. તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિકી કૌશલ અને કેટરીના કેફ રાજસ્થાનમાં શાહી રીતે લગ્ન કરવાના છે. જોકે અહીં લગ્ન કરતા પહેલા કેટરીના કૈફ મિસિસ વિકી બનવા જઈ રહી છે.
જણાવી દઈએ કે એવો અંદાજ છે કે આ કપલ આવતા અઠવાડિયે કોર્ટ મેરેજ કરી શકે છે. જોકે હાલ કેટરિના કૈફ વિકી કૌશલની માતા સાથે લગ્નની લગતી ખરીદીમાં વ્યસ્ત છે. અને કેટરીના ને હાથમાં રાજસ્થાનની પ્રખ્યાત સોવત મહેંદી પણ લગાવવામાં આવશે.
તમને જણાવી દઈએ કે એવો અંદાજ છે કે આ બંને કપલ ના લગ્ન ડિસેમ્બર મહિનામા પહેલા અઠવાડીયા માં 7 થી 9 ડિસેમ્બરની વચ્ચે રાજસ્થાનમાં થશે. જો કે પરંપરાગત લગ્ન પહેલા વિકી અને કેટરીના આવતા અઠવાડિયે મુંબઈમાં કોર્ટમા કોર્ટ મેરેજ કરશે. જે બાદ પરિવાર અને મિત્રોની હાજરીમાં, તેઓ ડિસેમ્બરમાં રાજસ્થાનમાં લગ્ન કરશે.