વિશ્વ બજારથી લઈને ભારતીય બજાર સુધી સોના અને ચાંદી ના ભાવોમા જોવા મળ્યો ફેરફાર હવે સોનું અને ચાંદી…….

મિત્રો આપણે સૌ સોનું અને ચાંદી ખરિદવા ની ઇચ્છા રાખતા હોઈએ છીએ. અને આવી ઘાતુમા પોતાના નાણાં પણ રોકવા વિચારતા હોઈએ છિએ. કારણ કે આપણે સૌ જાણીએ છિએ કે આ ધાતુઓ ઘણી જ મુલ્યવાન છે અને એક વાર તેમાં નાણાં રોક્યા પછી લગભગ તેનું વળતર સારુંજ મળે છે. વળી હાલના સમય માં સોનુંએ અમીરી નું પણ પ્રતીક બનિ ગયુ છે. જો તમે પણ સોનું ખરીદવા માંગો છો તો આ અહેવાલ તમારાં માટે છે.

આપણે અહીં વિશ્વ બજારથી લઈને ભારતીય બજાર સુધી સોના અને ચાંદી ના શું ભાવો છે તેના વિશે માહિતી મેળવવાની છે. તમને જણાવી દઈએ કે ન્યુયોર્કથી લઈને ભારતના વાયદા બજારો સુધી સોના અને ચાંદીના ભાવોમાં હાલ ઘટાડો જોવા મળ્યો છે. જો વાત ભારતના વાયદા બજારમાં અંગે કરી તો તમને જણાવી દઈએ કે અહીં સોના માં પ્રતિ દસ ગ્રામ માટે 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

જ્યારે વાત બીજી અમૂલ્ય ધાતુ એટલે કે ચાંદી વિશે કરીએ તો તમને જણાવી દઈએ ચાંદી ની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. હાલ ચાંદી પ્રતિ દસ ગ્રામ માટે લગભગ 80 રૂપિયા જેટલી ઘટી ગઈ છે. જ્યારે વાત ન્યૂયોર્કના બજારો અંગે કરીએ તો અહીં સોનું 1860 ડોલર પ્રતિ ઔંસથી નીચે આવી ગયું છે.

જો વાત વિશ્વ બજાર અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે વિશ્વ બજાર માં પણ સોનાના ભાવમા ઘટાડો નોંધાયો છે. ન્યુયોર્ક સ્થિત કોમેક્સ વાયદા બજાર અંગે માહિતી મેળવીએ તો તમને જણાવી દઈએ કે અહીં સોનામા પ્રતિ ઔસ માટે પાંચ ડોલર નો ઘટાડા જોવા મળ્યો છે.

આ ઘટાડાના કારણે સોનું 1859 ડોલર પ્રતિ ઔસ પર આવી ગયું છે. જયારે લંડનમાં સોનાના ભાવમાં લગભગ ચાર પાઉન્ડના ઘટાડો જોવા મળ્યો છે જેને કારણે અહીં સોના નો ભાવ દરેક ઔસ માટે 1389.39 પાઉન્ડ જોવા મળ્યો છે.  જ્યારે યુરોપિયન માર્કેટમાં સોનાનો ભાવ દરેક ઔસ માટે 1623 યુરો નોંધવામાં આવ્યો છે. આમ અહીં સોનાની કિંમત પ્રતિ ઔંસ માટે ત્રણ યુરો ઘટી છે.

જ્યારે વાત ચાંદી અંગે કરીએ તો ન્યૂયોર્કમાં ચાંદીનો ભાવ 25.24 ડોલર પ્રતિ ઔંસ પર નોન્ધાયો છે. હાલ અહીં ચાંદી માં 0.26 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સિલ્વર સ્પોટ 0.48 ટકા ઘટીને $25.14 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. આ ધાતુ નો ભાવ લંડનમાં 0.44 ટકાડા સાથે 18.81 પાઉન્ડ પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે. જયારે યુરોપમાં તેનું મુલ્ય 21.97 યુરો પ્રતિ ઔંસ માટે જોવા મળ્યું છે. આમ અહીં ચાંદી ના મુલ્ય માં 0.37 ટકા ઘટાડો જોવા મળ્યો છે.

તેવી જ રીતે જો વાત ભારતીય બજારો માં સોના ના મુલ્ય અંગે કરીએ તો ભારતના MCX પર સોનાના ભાવમાં ઘટાડાનું વલણ છે. અહી સવાર ના સમયે સોનું દસ ગ્રામ માટે 100 રૂપિયા સસ્તું બન્યું છે. જેના કારણે હાલ તેનો ભાવ દસ ગ્રામ માટે 49116 રૂપિયા જોવા મળે છે. આ અગાઉ સોનું 49104 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નું સપાટી પર હતું. જ્યારે વાયદા બજાર બંધ થયુ ત્યારે સોના નો ભાવ 49216 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો.

જો વાત ચાંદી અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે દેશના બજાર માં ચાંદી પણ સસ્તી બની છે. જોકે આ ઘટાડો સાવ નજીવો છે. MCX પર ચાંદીનો ભાવ રૂપિયા 66815 જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે હાલ ચાંદી માં એક કિલોગ્રામે રૂ 80 નો ઘટાડો જોવા મળ્યો છે. આ અગાઉ ચાંદીનો ભાવ એક કિલો માટે રૂપિયા 66800 રૂપિયા હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *