શા માટે આ મહિલા એ જાતેજ પોતાની મોત માટે કબર ખોદી અને તેમાં દફન થઈ પાછળ નું કારણ ઘણું જ…….

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવ જીવન ઘણું મુલ્યવાન છે. માટે તેની કદર કરવી જરૂરી છે. દરેક વ્યક્તિને એક જ વાર માનવ અવતાર મળે છે. જેના કારણે દરેક વ્યક્તિને પોતાના જીવન સાથે ઘણો લગાવ હોઈ છે અને તેમને પોતાનું જીવન ઘણું જ વહાલું હોઈ છે. અને જીવન જીવવા માટે અનેક પ્રયત્ન પણ કરતા હોઈ છે.

જો કે હાલના સમય માં એવા ઘણા બદમાશો છે કે જેમના માટે અન્ય વ્યક્તિ ના જીવનની કોઈ મહત્વ હોતું નથી. જેના કારણે આવા લોકો પોતાના સ્વાર્થ ના કારણે અન્ય લોકોનો જીવ લેતા પણ ખચકાતા નથી. આપણે અહીં એક એવા બનાવ અંગે વાત કરવાની છે કે જ્યાં એક મહિલાએ જાતેજ પોતાના માટે કબર ખોદી અને પોતે તે કદર માં દફન પણ થઈ. આપણે અહીં આ બનાવ પાછળના કારણ અંગે વાત કરવાની છે.

જણાવી દઈએ કે આ બનાવ બ્રાઝિલ નો છે. જ્યારે આ મૃત્યુ પામેલી મહિલા નું નામ અમાન્દા અલ્બાચ છે. જણાવી દઈએ કે તેઓ મૃત્યુ પહેલા મિત્રો સાથે જન્મદિવસની પાર્ટીમાં ગયા હતા. ત્યારે આ પાર્ટીમાં અમુક એવા લોકો કે જે ડ્રગ્સનો ધંધો કરે છે તેઓ પણ ત્યાં હાજર હતા.

આપણે સૌ જાણીએ છિએ કે ડ્રગ્સ આપણા શરીર માટે ઘણું જોખમી છે. છતા પણ અમુક લોકો તેનું વેચાણ કરી લોકો ના જીવન સાથે ખેલવાડ કરીને નાણાં કમાય છે. જ્યારે અમાન્દા એ આવા લોકોને જોયા ત્યારે તે આ લોકોની તસવીરો લેવાનું શરૂ કર્યું. આ બાબત આવા ડ્રગ્સ નો ધંધો કરનાર લોકોને પસંદ ન આવી અને તેઓએ બદલો લેવાનું નક્કી કર્યું.

જે બાદ અહીં ઉપસ્થિત એક આરોપી પૈકી એક બદમાશે અમાન્ડાનું અપહરણ કરી અને તેને એકાંત વિસ્તારમાં લઈ ગયો. જે બાદ આ બદમાશે અમાન્ડાને ગનપોઈન્ટ પર રાખીને પોતાની કબર ખોદાવી. આ પછી આરોપીઓએ અમાન્ડાને ગોળી મારી અને તેના મૃતદેહને તે જ કબરમાં દાટી દીધો.

આ ઘટના ની જાણ ત્યારે થઈ કે જ્યારે અમાન્દા ઘરે ના પહોંચી તેના પરિવાર દ્વારા પોલીસ ને ફરિયાદ કરવામાં આવી જે બાદ તપાસ માં સમગ્ર બનાવ અંગે જાણ થઈ હતી હાલ પોલીસ દ્વારા અમાન્દા ના મૃત્યુ મામલે બે પુરૂષ અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓ એ પોતાનો ગુનો કબૂલી લીધો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *