શિમલા પાસે સર્જાયો મોટો અક્સ્માત આ અક્સ્માત ત્રણ લોકો ને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે જ્યારે અન્ય લોકો….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે. પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી ઘણી વાર સામે વાળા વ્યક્તિ ની ભૂલ ના કારણે પણ અન્ય વાહન ચાલાક અકસ્માત નો સામનો કરવો પડે છે. જેમાં તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે.
અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર પર શું વીત્તી હોય. તે આપણે સૌ જાણીએ છીએ કારણ કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોય છે. તેનાથી આપણે સૌ માહિતીગાર છીએ. આપણે અહીં એવાજ એક અક્સ્માત અંગે વાત કરવાની છે કે જ્યાં ત્રણ લોકો ને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થાય છે. તો ચાલો આ અક્સ્માત અંગે વધુ માહિતી મેળવીએ.
મળતી માહિતી અનુસાર આ અક્સ્માત નરવાના રેલ્વે ઓવરબ્રિજ પાસે સર્જાયો હતો. અહીં એક ગાડી અને ટ્રેક્ટર વચ્ચે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો. તમને જણાવી દઈએ કે આ કાર કે જે શિમલા થી હિસાર પરત ફરી રહી હતી. ત્યારે આ કાર તેમની આગળ જતા એક્ ટ્રેક્ટર ની ટ્રોલીને પાછળ અથડાઈ હતી. ઘટના અંગે માહિતી મળતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોચી અને ઈજા ગ્રસ્ત લોકો ને હોસ્પિટલ લઇ જવા માં આવ્યા આ ઉપરાંત પોલીસે ટ્રેક્ટર ચાલક સામે બેદરકારી થી વાહન ચલાવવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આ અકસ્માત માં મૃતયુ પામનાર વ્યક્તિઓ વિશે વાત કરીએ તો આ ગાડી માં બેઠેલા સોનુ કે જેઓ મિર્ચપુર ના રહેવાસી હતા તેઓ અને દીપક કે જેઓ ભાઈની ગામના રહેવાસી હતા તેઓ નું આ ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઉપરાંત અન્ય વ્યક્તિ કે જે ટ્રેક્ટર પર બેઠેલો હતો કે જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. જેનું નામ સોનુ છે તે આ અક્સ્માત ના કારણે નીચે પડી ગયો હતો અને તેનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું.
જો વાત આ અક્સ્માત માં ઈજા પામનાર લોકો અંગે કરી તો ગાડીમાં સવાર સોનુ કે જેઓ રાજથલ ગામ ના રહેવાસી છે આ ઉપરાંત કિસ્મત કે જેઓ સુલ્હેરા ગામ ના રહેવાસી છે તેઓ અને સાહિલ કે જેઓ ગામ જાંદલીનો રહેવાસી છે. આ ત્રણ મિત્રો ઘાયલ થયા હતા.