શું આ રીતે નશામુક્ત ગુજરાત બનશે? સુરત સિવિલ હોસ્પિટલમા ગાંજાનો છોડ મળ્યો પરંતુ તપાસ પહેલા જ પોલીસે છોડ સળગાવતા.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય શરીર અને મનુષ્ય જીવન ઘણો મૂલ્યવાન છે માટે તેની સાથે કોઈ પણ છેડા ન કરવા જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિની સાચી સંપત્તિ તેનું સ્વસ્થ શરીર જ છે પરંતુ સમાજમાં એવા ઘણા માદક અને નશીલા પદાર્થો મળે છે કે જે વ્યક્તિના સ્વાસ્થ્ય અને સમાજ માટે પણ ઘણું ખતરારૂપ છે આપણે સૌ જાણીએ છીએ કે સરકાર દ્વારા નશા કરતા લોકોની નશા કરતા અટકાવવા માટે અનેક કાર્યક્રમો હાથ ધર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત માં નશા મુક્તિ ને લઈ લે સરકારે અનેક કાર્યક્રમો કર્યા છે.

પરંતુ હાલમાં જે ઘટના સામે આવી છે તેણે આ તમામ કર્યો પર પ્રશ્ન ઊભો કર્યો છે. જણાવી દઈએ કે હાલમાં જ સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી ગાંજાનો છોડ મળી આવ્યો હતો. આ ઘટના ને લઈને આખા વિસ્તારમાં પડઘા પડી રહ્યા છે. ગાંજાનો છોડ મળતા હોસ્પિટલ તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે. જેને લઈને હાલમાં સુરત સિવિલ હોસ્પિટલ વિવાદ માં છે.

જો વાત આ ગાંજાના છોડ અંગે કરીએ તો મળતી માહિતી અનુસાર આશરે 7 થી 8 માસના આ છોડની ઉચાઇ 5 ફૂટથી વધારે હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે આ છોડ ત્યારે મળી આવ્યો છે કે જ્યારે પોલીસ કમિશનર અજય તોમર ફેટનેશ માટે સિવિલ હોસ્પિટલ ની મુલાકાતે આવ્યા હતા.

જે બાદ છોડ ને લઈને RMOને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ અહીં જાણવાની વાત એ છે કે છોડ ને તપાસ માટે મોકલવા આવે તે પહેલા જ પોલીસ દ્વારા છોડને સળગાવી દેવામાં આવ્યો હોવાનું સિવિલ હોસ્પિટલના કર્મચારીઓએ જણાવ્યું હતું.

આ ઘટના ને લઈને RMO દ્વારા માહિતી આપવામાં આવી કે ” ખૂબ જ ગંભીર બાબત છે, એની ચોક્કસ તપાસ કરીશું. જોકે સ્થળ મુલાકાત કરતાં કોઈ અજાણ્યા પોલીસ કર્મચારીઓએ છોડ ઉખાડી 10 મીટરમાં જ સળગાવી દઈ નિકાલ કરી દેતાં અનેક પ્રશ્નો ઊભા થયા હતા. ” છોડ ને લઈને RMO કેતન નાયકે વધુમાં કહ્યું કે તેઓ આ છોડને સિવિલના ગાર્ડન વિભાગ અને વન વિભાગને મોકલી તેની તપાસ કરાવવાની તૈયારી કરી રહ્યો હતા. કે જેથી માલુમ પડે કે આ છોડ કુદરતી રીતે ઉગી આવ્યો કે કોઈએ જાણી જોઈને ઊગાડયો છે પરંતુ હવે માત્ર છોડની ડાળ અને મળી આવેલા પાંદડા મોકલી ચેક કરવામા આવશે.

જો કે સૂરત ની સિવિલ હોસ્પિટલ પોતાના ઘણા આવા કર્યો રહીને વિવાદ માં રહે છે આ પહેલા જ અહીં હોસ્પિટલ માં કર્મચારીઓ સાથે અયોગ્ય વર્તન કરવા ને લઈને ઉપરાંત અહીંથી દારૂની બોટલો ને લઈને ઉપરાંત થોડા સમય પહેલા જ અહીં કિડની હોસ્પિટલનું બેઝમેન્ટ તળાવમાં ફેરવાયું આવા અનેક કર્યો ને લઈને સિવિલ અવાર નવાર વિવાદો માં રહે છે તેવામાં હવે આ ગાંજાના છોડ અંગે નવો વિવાદ સર્જતા લોકો માં તેને લઈને અને સિવિલના મેનેજમેન્ટ સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.