શું તમે ખાધો છે જાડા પૌવા નો ચેવડો ? જોવો આજે કેવી રીતે બને જાડા પૌવા ની અવનવી રેસિપિ….
મિત્રો , આપને સૌ જાણીએ છીએ કે આપણા કાઠિયાવાડી બે વસ્તુઓ ના વધુ પડતા શોખિન છે. એક તો નવી-નવી જગ્યાઓ ની મુલાકાત લેવી અને ઘરેબેઠા નવી-નવી વાનગીઓ બનાવવી અને તેને ટેસ્ટ કરવી. તો હાલ આપણે સ્વાદિષ્ટ પૌવા નો ચેવડો બનાવવા ની રેસિપિ વિશે જાણીશુ.
પૌવા નો ચેવડો બનાવવા માટે ની જરૂરી સામગ્રી :
જાડા પૌવા – ૨૦૦ ગ્રામ , સીંગદાણા – ૨ ચમચી , કાજુ – ૨ ચમચી , કઢીપત્તા – ૨ ચમચી , દ્રાક્ષ – ૧ ચમચી , ખાંડ દળેલી – પા ચમચી , લાલ મરચુ – ૧ ચમચી , હળદર – પા ચમચી , આમચૂર – પા ચમચી , ઓઈલ – તળવા માટે.
વિધિ :સૌપ્રથમ એક કડાઈ લો. તેમા તેલ ઉમેરો અને પૌવા તેમા ઉમેરી ને તેને તળી નાખો. કડાઈ મા પૌવા ઉમેરી બંને સાઈડ થી વ્યવસ્થિત રીતે ફ્રાય કરી લો અને ત્યારબાદ ઝીણી જાળીવાળા ઝારા થી બહાર કાઢી લો. ત્યારબાદ સીંગદાણા ને પણ આ જ તેલ મા ફ્રાય કરી લો અને કાજુ ને પણ લાલ ના થઈ જાય એવી રીતે ફ્રાય કરી લો.
હવે દ્રાક્ષ તળવી કે ન તળવી તે તમારા ટેસ્ટ ઉપર આધાર રાખે છે. તેને ઉમેરવી મરજિયાત છે. હવે લીમડા ના પર્ણો પણ તેલ મા ફ્રાય કરી લો અને ત્યારબાદ બધી જ સામગ્રી મિક્સ કરી લો. હવે આ મિશ્રણ મા દળેલી ખાંડ તથા મસાલો વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો.
મસાલો વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમા આલૂસેવ તથા નાયલોન સેવ ઉમેરી ને વ્યવસ્થિત રીતે હલાવો. તો તૈયાર છે તમારો સ્વાદિષ્ટ જાડા પૌવા નો ચેવડો. જો તહેવાર ના સમયે તમારા ઘરે કોઈ અતિથિ પધારે તો મિષ્ટાન્ન ની સાથે નાસ્તા સ્વરૂપે આ વાનગી સર્વ કરી શકો.