શું તમે જાણો છો જેસલ તોરલ ની સમાધિ વિશે? જાણો તેનો ઇતિહાસ…

પરંતુ જેસલ ને ભાભી એ આપેલા કડવા વેણ યાદ રહી ગયા જેથી કહ્યું તે કામ કરવા નીકળી પડ્યા. અડધી રાત થઈ હતી છતાં સૌરાષ્ટ્રના સંત સાસતીયા કાઠી ને ત્યાં ભજન મંડળી જામેલી હતી. સાસતીયા કાઠી જાગીરદાર હતો તેની પાસે તોરી નામની પાણીદાર ઘોડી હતી. તોરી ઘોડી ની ખ્યાતિ ની વાતો બહાદુર બહારવટિયા જેસલ જાડેજા ના કાને પડી જેથી જેસલ એ આ ઘોડીને કોઈપણ પ્રકારે હાંસિલ કરી લેવાનો નિશ્ચય કર્યો હતો.

એટલા માટે જ જેસલ જાડેજા રાહ જોઈને સૌ કોઈ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવી ને તોરી ઘોડીને ઉઠાવી જવા અહી સાસતીયા કાઠી ને ઠેકાણે આવી પહોંચે છે. અને કાઠી રાજ ના ઘોડાર માં પેસી જાય છે. ઘોડી જેસલ ને જોઇને ખીલો જમીનમાંથી કાઢીને બહાર નીકળી જાય છે. ઘોડી ના રખેવાળ એ ઘોડીને ફરી બાંધવાની કોશિશ કરી તેથી ઘોડી ના રખેવાળ ને જોઇને જેસલ ઘાસમાં છુપાઈ ગયો.

રખેવાળ એ ફરી ખીલો જમીનમાં ખોપી દીધો પરંતુ આ ખીલો ઘાસમાં છુપાયેલા જેસલ ના હાથ ની આરપાર નીકળી ગયો અને જેસલ સખત રીતે જકડાઈ ગયો. છતાં તેણે એક શિશ્કરો પણ ના કર્યો અને મુંગો પડ્યો રહ્યો. પાઠ પૂજન પૂરું થતાં સંત મંડળી માં પ્રસાદ વહેંચાવા લાગ્યો ત્યારે એક વ્યક્તિનો પ્રસાદ વધ્યો ત્યારે પ્રસાદ કોનો વધ્યો તે શોધવાની શરૂ થયું. ઘોડીએ ફરીવાર નાચકુદ શરૂઆત કરી અને તેથી તેના રખેવાળ ને થયું કે નક્કી કોઈ અંદર છે.

અને અંદર જોયુ ત્યારે જેસલ જાડેજા ખીલા થી વિંધાયેલો હતો.રખેવાળ ખીલો કાઢી જેસલ ને કાઠી રાજ પાસે લઈ ગયો. જેસલ ની વીરતા જોઈ તેને બિરદાવ્યો પછી કાઠીરાજે તેનુ નામ ધામ પૂછ્યું. જેસલ એ કહ્યું હું કચ્છ નો બહારવટિયો છું અને તમારી તોરી ને લેવા આવ્યો છું. કાઠી રાજે કહ્યું તે તોરી રાણી માટે આટલી બધી તકલીફ ઉઠાવી તો જા તોરી એ તારી. જેસલ એ ગેરસમજ દૂર કરતા કહ્યું કે હું તો તમારી ધોડી ની વાત કરું છું.સાસતીયા કાઠી એ કહ્યું તો ઘોડી પણ તમારી સમજો. ખુશી થી લઇ જાવ.

આજ રીતે જેસલ ને તોરલ અને તોરી ઘોડી બંને મળી ગયા. તોરલ સાથે જેસલ કચ્છ તરફ ચાલ્યો સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વહાણ માં બેઠા મધ દરિયે ભયંકર તોફાન આવ્યું આ તોફાન જોઈ દરેક મર્દો નુ કાયરતા ની માફક કાંપવા લાગ્યું. અને તોરલ શાંત મૂર્તિ પ્રકારે બેઠી હતી.

તેમના મુખ પર ભય ન હતો અને શાંત તેજસ્વીતા હતી આ જોઈ જેસલ તેના ચરણો માં ઢળી પડે છે.અને જેસલ કહે છે સતી તોરલ આ દરિયો ગાંડો થયો થયો છે, ડુંગરા જેટલા મોજા ઊછલે છે અને આ વહાણ હાલક ડોલક થઈ રહ્યું છે.ડૂબું કે ડૂબશે ડૂબું કે ડૂબશે થઈ રહ્યું છે. આવા સમયે આ મોતના તાંડવ આગળ તમામ મુસાફરો થર થર ધ્રુજે છે. આ મોત ના તાંડવ થી હું પણ દ્રૂજુ છું ત્યારે તને બીક નથી લાગતી.

હે સતી તને મોત ની બીક નથી લાગતી. ત્યારે સતી ના ભજન સ્વરૂપે તેના શબ્દો.. પાપ તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે.. તારી બેડલીને બૂડવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહિ દઉં તેના જવાબ મા જેસલ પણ તેના પાપો સ્વીકારે છે… અને કહે છે. હરણ હરિયા વન ના મોરલા મારિયા તોરી સરોવર પાર જઈ ખવધન માંળીયા મેતો લૂંટી કુંવારી જાન રે વગેરે જેવા પાપો ના જેસલ સ્વીકાર કરે છે આ રીતે તેના અંતર ની નિર્દયતા નષ્ટ થઈ ગઈ.

અભિમાન ઓગળી ગયું અને દરિયો પણ શાંત થઈ ગયો.થોડા જ સમયમાં તેના જીવન માં પલટો આવ્યો. હ્ર્દય પરિવર્તન થતા મહા માર્ગે દીક્ષિત થયા. તેઓ ઘણા બધા ભજનો ની રચના કરી છે જેમાં પોતાના પાપો નું પ્રાયશ્ચિત અને હૃદય વ્યથા નુ નિરૂપણ છે. તેથી તેઓ સંત કવિ થયા અને જેસલ તોરલ એ ગુજરાત રાજ્યના કચ્છ ના અંજાર શહેરમાં જીવતા સમાધિ લીધી હતી.કચ્છ માં કહેવાય છે આ બે સમાધિઓ દરેક વર્ષે ખસતી ખસતી નજીક આવે છે. જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર જેવી લોક કહેવત પણ છે. તેઓ આજે પણ જેસલ પીર તરીકે પૂજાય છે. પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *