શ્રીનગર માં દેશની સેવા કરતા એક જવાન અનુજ કુમાર પામ્યા વીરગતિ આ માહિતી મળતા પરિવાર અને ગામમાં…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિને જીવન માં એવી ઈચ્છા હોઈ છે કે તે પોતે દેશ અને માતૃભૂમિ ની સેવા કરી શકે. આવી ઈચ્છા લગભગ દરેક દેશ વાસીઓની હોઈ છે જેના કારણે તેઓ સતત એવા પ્રયત્ન કરતા રહે છે કે જેના કારણે તેઓ પોતાના દેશ અને દેશવાસીઓ ની મદદ માં આવી શકે. પોતાના આવા વિચારો ને લઈને અમુક વ્યક્તિઓ સેનામાં જોડાઈ જાય છે. અને દેશ અને દેશ વાસીઓની રક્ષા કરે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશની સેનાઓ ઘણી જ બહાદુર અને નીડર છે.
સેનાના જવાનો દેશ માટે કોઈ પણ પરીસ્થીમાં દેશની રક્ષા કરવા માટે અને દેશવાસીઓ માટે પોતાનું સમગ્ર જીવન આપી દે છે. સેનાના આવાજ અદમ્ય સાહસ અને તેમની દેશ માટે નિષ્ઠાના કારણે તેનું નામ આખા વિશ્વમાં ઘણું જ પ્રસિદ્ધ છે. દેશના લોકોને પણ પોતાની સેનાઓ પર ઘણું જ અભિમાન છે. દેશની સેના વિકટ પરિસ્થિઓ માં પણ દેશ અને દેશવાસીઓ ની રક્ષા અર્થે અડીખમ ઉભા રહે છે. પરંતુ ઘણી વખત દેશ સેવામાં ઘણા વીર જવાનો વીર ગતિ પણ પામતા હોઈ છે. જયારે પણ આવા બનાવો સામે આવે છે ત્યારે સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઈ જાય છે. હાલ આવોજ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે કે જ્યાં સેનાનો એક વીર જવાન શ્રીનગર માં વીરગતિ પામ્યા છે.
જો આ બનાવ અંગે વિગતે વાત કરીએ તો તે આ પ્રમાણે છે. જણાવી દઈએ કે સેનાના જવાન કે જેમનું નામ અનુજ કુમાર છે તેઓ શ્રીનગર માં વીરગતિ પામ્યા છે. તેમના પાર્થિવ શરીર ને શનિવારે મોડી રાત સુધીમાં તેમના ગામમાં લાવવામાં આવશે. જો વાત તેમના ગામ અંગે કરીએ તો અનુજ કુમાર બાંકા ના શંભુગંજ પ્રખંડ માં આવેલ વંશીપુર ગામના રહેવાસી હતા. અને તેઓ હાલ છેલ્લા થોડા સમયથી શ્રીનગર માં 15 કોર બાદામીબાગ માં સેવા આપી રહ્યા હતા.
જો વાત તેમના પરિવાર અંગે કરીએ તો તેમના પિતાનું નામ પ્રેમચંદ સિંહ છે. તેઓ પાંચ ભાઈઓ અને બહેનો છે. આ બધા ભાઈઓ માં અનુજ સૌથી નાના હતા. તેમના મોટા ભાઈઓ જેવાકે સંતોષ કુમાર, અને હેમંત કુમાર ઉપરાંત યશવંત કુમાર આ તમામ ભાઈઓ સેનામાં જ છે. આ તમામ ભાઈએ વિવાહિત છે જયારે અનુજ હાજી અવિવાહિત હતા. અનુજ કુમાર ના ભાઈ સંતોષ કુમારે જણાવ્યું કે શ્રીનગર હેડ ક્વાટર થી ફોન આવ્યો હતો કે તેમના નાના ભાઈ વીરગતિ પામ્યા છે. આ બાદ આ ઘટના અંગે પરિવાર ને જાણકારી આપવામાં આવી.
પુત્રના મૃત્યુની ખબર સાંભળતા જ પરિવાર ના લોકો ઉપરાંત ગામના લોકોમાં પણ શોક નો માહોલ જોવા મળ્યો. પરિજનો અને ગામના લોકો અનુજ કુમાર ના ઘરે એકઠા થઇને પરિવાર ને સાંત્વના આપી. તેમના પિતા પ્રેમચંદ ના જણાવ્યા અનુસાર પાંચ મહિના પહેલાજ અનુજ કુમાર ઘરે આવ્યા હતા અને આવતા નવા વર્ષે પાછા આવશે તેવી વાત કરી હતી. પરંતુ હાલ તેમના નિધન ના સમાચાર મળતા પરિવાર અને આસપાસ ના ગામોમાં શોક નો માહોલ છે. લોકો શહીદ જવાન અમર રહે તેવા નારા પણ તેમના ઘર પાસે લગાવ્યા.