સલામ આ દિકરી ને કે જેણે પિતા નો જીવ બચાવી લીધો, દીકરી એ પોતાનો…

દીકરીઓ હંમેશા કઈક અલગ કરીને સમાજમાં એક સંદેશ આપી જાય છે અને દીકરીએ ઘણીવાર સાબિત પણ કર્યુ છે કે જ્યારે પોતાના પરિવાર પર સંકટ આવે છે તો આ દીકરોઓ જ પોતાના જીવની પરવાહ કર્યા વગર પરિવાર માટે ઉભી રહે છે. મિર્જાપુરની એક આવી દીકરીએ નેક કાર્ય કરીને ગર્વ વધાર્યું છે. પોતાના જીવની પરવા કર્યા વગર આજે એક દીકરીએ પોતાનું લીવર પોતાના પિતાને આપીને જીવ બચાવ્યો. આ દીકરાના લગ્ન થઈ ચૂક્યા છે તેના પણ બે નાના- નાના બાળક છે, પરંતુ આ દીકરીએ સાબિત કર્યું કેમ એક પિતા અને દીકરીનો સંબંધ ભગવાનનો સૌથી અણમોલ વારસો છે.

એક દીકરીએ પોતાના પિતાને જીવનદાન આપવાની કહાની રોચક છે. મિર્જાપુરના જમાલપુર થાણા વિસ્તાર બહુઆર ગામના નિવાસી રવિ પ્રકાશ ત્રિપાઠીની હાલત થોડા મહિનાથી ખૂબ વધારે ખરાબ થઈ ગઈ તો ઘરવાળાએ રવિ પ્રકાશ ત્રિપાઠીને વારાણસીમાં આવેલી હેરિટેજ હોસ્પિટમાં દાખલ કરાવ્યાં. ઘણાં દિવસ દવા લીધા પછી જ્યારે કોઈ રાહત ન મળી તો ડોક્ટરે લીવરનું પરિક્ષણ કર્યું તો લીવર ડેમેજ હતું જેને જોઈ તબીબે લીવરના ટ્રાન્સપ્લાન્ટ માટે પરિવાર લોકોને મેદાંત ગુડગાવ અથવા પછી એમ્સમાં લઈ જવાની સલાહ આપી.

મેદાંતામાં ચાલી રહી હતી સારવાર: પરિવાર લોકો રવિ પ્રકાશ ત્રિપાઠીને લઈને મેદાંતા હોસ્પિટલ પહોચ્યાં તો ડોક્ટરે લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે કહ્યું. તેના માટે ડોનરની જરૂર હતી જે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી શકે. અસલી સમસ્યા અહીથી શરૂ થઈ રવિ પ્રકાશ ત્રિપાઠીના કુલ 6 સંતાન હતાં બે છોકરા અરૂણ અને વરૂણ સાથે જ ચાર દીકરીઓ વીણા, બ્યૂટી, બુલબુલ અને બાનો. લીવર ડોનેટને લઈને કોઈ સામે નહતું આવી રહ્યુ. અંતે તબીબે ગંભીર રીતે બીમાર દર્દીને ઘરે લઈ જવાની સલાહ આપી.

દીકરી વીણાને પતિ અને સાસરિયાનો મળ્યો સાથ: લીવર ટ્રાન્સપાલ્નટની અવસ્થામાં રવિ પ્રકાશ ત્રિપાથીનું બચવું મુશ્કેલ હતું. જેવી જ વીણાને ખરબ પડી પિતાનો જીવ બચવો મુશ્કેલ છે તો દીકરી પોતાના સાસરૂ કંચનપુરથી પોતાના સસરા નિતિ ઉપાધ્યાય સાથે મેદાંતા હોસ્પિટલ ગુડગાવ પહોચી ગઈ.

દીકરીના લીવરથી બચી પિતાની જીંદગી: પિતાનો જીવ બચાવવા માટે પોતાનુ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય કર્યો. જોકે આ નિર્ણયમાં વીણાના પતિ મનીષ ઉપાધ્યાય અને સસરા નિતિ ઉપાધ્યાયનો પણ સપોર્ટ હતો પરંતુ વીણા સામે એક અન્ય મુસીબત હતી તે બે દીકરીઓ શૌની અને અવનિની માતા પણ હતી. અંતે વીણાએ પોતાના પિતાને બચાવવાનો નિર્ણય કર્યો તે સીધી મેદાંતા હોસ્પિટલ પહોચી અને પિતાને પોતાનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે કહ્યું.

1 જુલાઈના રોજ મેદાંતા હોસ્પિટલમાં 11 કલાક ઓપરેશન પછી પિતા રવિ પ્રકાશ ત્રિપાઠીનું વીણા દ્વારા આપવામાં આવેલા લીવર સફળતા પૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. એક દીકરીએ પોતાના પિતાનો જીવ બચાવવામાં સફળતા પ્રાપ્ત કરી. વીણા અને રવિ પ્રકાશ ત્રિપાઠી અત્યારે પણ મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે હવે વીણાની સૌ કોઈ લોકો પ્રશંસા કરી રહ્યાં છે, કઈ રીતે એક દીકરીએ પોતાના જીવનની પરવા કર્યા વગર પોતાનો જીવ બચાવ્યો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.