Gujarat

સિંચાઈ નુ પાણી ન છોડાતા ખોડુતો થયા નીરાશ, ખેડૂતો માટે કપરો સમય…

Spread the love

ગુજરાતમાં ઓણસાલ વરસાદ ખેંચાઈ જતાં આગામી વર્ષ દરમિયાન પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિંચાઈ માટે પાણી ફાળવવા પર બ્રેક લગાવવાનો નિર્ણય કર્યો છે. અત્યારે સિંચાઈ માટે પાણી આપવા પર બ્રેક લગાવીને પીવા માટે પૂરતું પાણી રહે તે માટે તેનો સંગ્રહ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં સરેરાશ માંડ 42 ટકાની આસપાસ જ વરસાદ પડયો છે ગયા વર્ષની તુલનાએ સરેરાશ 21 ઇંચ ઓછો વરસાદ પડયો છે તેથી ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની સંભાવના નિર્માણ થઈ છે તેથી સરકારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન તો કર્યું હતું.

પરંતુ ફરી એકવાર વરસાદ ખેંચાઈ જતાં સરકારે સિંચાઈના પાણીના પુરવઠા પર પણ બ્રેક લગાવી છે સરકારે સ્પષ્ટ જાહેરાત કરી છે કે હાલના સંજોગોમાં સિંચાઈ માટે પાણી છોડી શકાશે જ નહિ. અત્યારે નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવાનું ચાલુ જ છે પરંતુ પીવાના પાણીની વ્યવસ્થા પહેલા કરવી જરૂરી છે. તેથી ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે.

જોકે સરકારે પણ વરસાદ આવવાની આશાનો દોર પકડી રાખ્યો છે પીવાનો પાણીનો પૂરતો જથ્થો જમા થઈ ગયા પછી જ સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે એમ સરકારનું કહેવું છે કૃષિ મંત્રી આર.સી. ફડદુનું કહેવું છે કે ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે 15 દિવસથી પાણી છોડી રહ્યા છીએ પીવાનું પાણી રિઝર્વ રાખને પચી ખેડૂતોને પાણીનો પુરવઠો આપવામાં આવશે.

સૌરાષ્ટ્રનું હબ ગણાતા રાજકોટમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા માટે પાણી રિઝર્વ રાખવું જરૂરી છે આ માટે સરકારે સમક્ષ રજૂઆત કરવામાં આવી છે જોકે તેમના નિવેદન અને મુખ્યમંત્રીના નિવેદન વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે ભારતીય કિસાન સંઘે પણ ખેડૂતોને સિંચાઈનું પાણી નહિ મળે તો ખેડૂતોના પાકને બચાવવા મુશ્કેલ બનશે તેવી રજૂઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *