Gujarat

સુરત:શિક્ષીકા ના અંગદાન થી પાંચ લોકો ને નવુ જીવન મળશે! પરીવારે માનવાતા મહેકાવી

Spread the love

વિજ્ઞાન અને માનવ શરીર આપણે સૌ જાણીએ છીએ કે હાલનો યોગે ટેકનોલોજી અને વિજ્ઞાનનો યુગ છે છતાં પણ હાલના વૈજ્ઞાનિકો માટે માનવ શરીર એ એક મહત્વનો વિષય સાબિત થાય છે વિજ્ઞાન એ ગમે તેટલી પ્રગતિ કરી છે છતાં પણ તે માનવ શરીર ને કૃત્રિમ રીતે બનાવી શક્યો નથી.

તેથી આજના સમયમાં પણ કોઇ એક વ્યક્તિના કોઈપણ અંગમાં નુકસાન થાય અથવા તો તે અંગ કાર્ય કરતું બંધ થઈ જાય તેવા સમયે આવા અંગો કૃત્રિમ રીતે બનાવી શકાતા ન હોવાથી એક માનવી બીજા માનવી પર તેનો આધાર રાખવો પડે છે. 

માટે જ હાલના સમયમાં સૌ કોઈએ અંગદાન નો વિચાર ખૂબ જ સારી રીતે સ્વીકાર્યું છે અને સૌએ અંગદાન ના કાર્યમાં ખુબ સારી રીતે ફાળો આપે છે વ્યક્તિ પોતાના સ્વજનોના કે જેમના અંગ સારી રીતે કાર્ય કરતા હોય, આવા અંગ બીજી વ્યક્તિ કે જેના અંગ સારી રીતે કાર્ય કરતા નથી, તેવી વ્યક્તિને પોતાના સ્વજનોના અંગનું દાન કરે છે કે જેથી કરીને એ નવું જીવન જીવી શકે.

આપણે અહીં એક એવા જ તે કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં એક શિક્ષકે પોતાના અંગોનું દાન કરીને પાંચ વ્યક્તિઓને નવું જીવન આપ્યું છે જેમાંથી એક ઉદ્યોગપતિ ને કિડનિ આપવાથી તેનું નવજીવન આપ્યું.

આ વાત વલસાડ જિલ્લાની છે વલસાડ જિલ્લામાં રહેતા એક પિકી ટીચર કે જેમનું નામ રંજનબેન ચાવડા છે તેમને  અકસ્માતમાં બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા ત્યારે તેમના પરિવારજનો તેમના શરીરના વિવિધ અંગો જેવા કે કિડની, લીવર, આંખો વગેરે અંગને દાન આપી ને લગભગ પાંચ વ્યક્તિઓને નવું જીવન આપ્યું છે.

ગુજરાતના સૂરતમાં ડોનેટ લાઈફ દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવામા આવે છે. અહીં આ 6 ઘટના છે. અહીં જાણવું ખૂબ જરુરિ છે કે સુરતમાં સૌપ્રથમ વખત દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલમાં એક સમાજ સેવક અને ઉદ્યોગપતિ ને કરવામાં આવ્યુ.

જો વાત કરીએ રંજનબેન અકસ્માતની તો રંજનબેન  વલસાડ પાસે રહેતા હતા. તેઓ તારીખ 30 સપ્ટેમ્બરના રોજ તેમની બહેન તનુજા ના ઘરે સ્કૂટર ઉપર જતા હતા જ્યાં ધરમપુર ચોકડી પાસે એસ.ટી વર્કશોપની સામે જ એક અજાણ્યા વાહને તેમને ટક્કર મારી દીધી જ્યાં તેઓ સ્કૂટર ઉપર થી પડી ગયા અને તેમને માથા ઉપર વાગતા ગંભીર ઇજા થઇ હતી.

અકસ્માત બાદ તેમની એક નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઇ જવામાં આવ્યો જ્યાં તેઓને બ્રેન હેમરેજ થયું છે તેવું પ્રાથમિક તપાસ પરથી માલુમ પડયું અને મગજમાં લોહી ન મળવાને કારણે તેમને મગજમાં લોહી ની ગાંઠ થઈ ગઈ છે તેવું પણ જોવા મળ્યું તેથી તેમને વધુ સારી સારવાર માટે સુરતની એપલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. 

સૂરત માં ડોક્ટર દ્વારા ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. અને તેમને બ્રેનડેડ જાહેર કરવા માં આવિયા. આ ઘટનાની જાણ થતા જ ડોનેટ લાઈફ ની ટીમ તરત જ તે હોસ્પિટલે પહોંચી અને તેમને રંજનબેન પરિવારને અંગદાન અંગેની માહિતી અને તેનું મહત્વ સમજાવિયુ. ત્યારબાદ રંજનબેન ના પતિ એમની પત્નીને અંગદાન અનુમતિ આપી.

SOTTO દ્વારા લિવર સુરતની કિરણ હોસ્પિટલને એક કિડની વડોદરા જયારે બીજી કિડની અમદાવાદ મોકેલવામાં આવી હતી. રંજનબેન નું લીવર જે વ્યક્તિને દાનમા મળ્યું હતું. એવા સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક ને આ લીવર સમયસર પહોંચી શકે તે માટે પોલીસની મદદથી એક ગ્રીન ઝોન તૈયાર કરવામાં આવ્યું.

તેઓ ની એક કિદનિ અમદાવાદની IKDRCમાં રાજકોટના 40 વર્ષીય મહિલામાં અને બીજી કિડની વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં આણંદની રહેવાસી 45 વર્ષીય મહિલા ને આપવામાં આવી છે. જ્યારે આખો સુરતની લોકદ્રષ્ટી ચક્ષુબેંક દ્વારા સ્વિકારવામાં આવી.

જો આખા આખા દેશમાં અંગ દાન ની વાત કરીએ તો 46 કિડની, 26 લિવર, 10 હૃદય, 16 ફેફસાં, 1 પેન્ક્રીઆસ અને 44 ચક્ષુઓ સહીત કુલ 143 અંગો અને ટીસ્યુઓના દાન કરવામાં આવ્યુ છે. જયારે ગુજરાતમાંથી  406 કિડની, 171 લિવર, 8 પેન્ક્રીઆસ, 36 હૃદય, 20 ફેફસાં અને 308 ચક્ષુઓ કુલ 949 અંગો અને ટીસ્યુઓનું દાન  મળિયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *