સુરત કરુણ ઘટના બની જેમા યુવકે પોતાના બન્ને પગ ગુમાવ્યા

સુરતના રેલવે સ્ટેશન પર કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી રત્નકલાકાર કામકાજ પૂર્ણ કરીને પોતાના ઘર તરફ ઉતાવળે જઈ રહ્યો હતો આ દરમિયાન રેલવે સ્ટેશન પર ટ્રેનને લીલીઝંડી મળી જતાં ઉપડી ગઈ હતી સ્ટેશન છોડતી સુરત-વડોદરા મેમુ ટ્રેનમાં ઉતાવળે ચડતી વખતે રત્નકલાકારના વરસાદમાં ભીના થયેલા રેલવે સ્ટેશન પર પગ લપસ્યાં અને ટ્રેનની સાથે પગ પણ ગૂમાવવા પડ્યાં હતાં જો કે રલેવે સ્ટેશન પર ફરજ બજાવતાં આરપીએફ જવાનોએ તાત્કાલિક રત્નકલાકારને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો.

બન્ને પગ કપાઈ જતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે રત્નકલાકારને હોસ્પિટલ ખસેડાયો હતો બન્ને પગ કપાઈ જતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે રત્નકલાકારને હોસ્પિટલ ખસેડાયો હતો બંન્ને પગ કપાયા બાદ ફોન કર્યો
કોસાડ-ભરથાણાનો રત્નકલાકાર નાઇટ ડ્યૂટી પૂરી કરી ઘરે જવા સુરત સ્ટેશન પહોંચ્યો હતો. સ્ટેશન પર પહોંચ્યો ત્યારે સુરત-વડોદરા મેમુ ટ્રેન ઉપડી રહી હતી.

દરમિયાન ચાલુ ટ્રેને બેસવા જતાં પગ લપસી જતાં ટ્રેન નીચે આવી જતાં રત્નકલાકારના બંને પગ કપાઇ ગયા હતા છતાં હિંમતભેર દશરથભાઈએ તેમના સંબંધીઓને ફોન કરીને જાણ કરી હતી બન્ને પગ ગૂમાવ્યા બાદ પણ પીડાથી કણસતા દશરથ ભાઈની હિંમતને સૌ કોઈએ બિરદાવી પણ હતી જો કે ભૂલ ભારે પડી હોવાની લાગણી પણ લોકોએ વ્યક્ત કરી હતી.

રત્નકલાકારના બન્ને પગ કપાઈ ગયાં હતાં. પગ પરથી ટ્રેન ફરી વળી ભરથાણા ખાતે રહેતો દશરથ ગોરધન સુરતની ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે સોમવારે નાઇટ ડ્યૂટી હતી મંગળવારે સવારે દરરોજ કરતાં વહેલી છૂટ્ટી મળતાં રત્નકલાકાર ટ્રેન મારફતે ઘરે જવા સુરત સ્ટેશન પર પહોંચ્યા હતા.

પગ લપસી જતાં તેઓ ટ્રેન નીચે આવી જતાં બંને પગ કપાય ગયા હતા ટ્રેન પગ પરથી પસાર થઇ જતા યુવક ત્યાં કણસતી હાલતમાં પડ્યો હોવા અંગે આરપીએફને જાણ થતાં તેમણે તાત્કાલિક 108ને બોલાવી રત્નકલાકારને સારવારાર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો બનાવ અંગે આરપીએફે રેલવે પોલીસને જાણ કરી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *